થોડા સમય પહેલા જ આર્મીના ચીફે મહિલાઓને લડાકુ ભૂમિકા ન દેવા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓની પ્રથમ જવાબદારી પોતાના બાળકોને મોટા કરવાની છે અને સાથી જવાનો પર કોઈ રોક-ટોકનો આરોપ ન લગાવે આ માટે મહિલાઓને લડવા માટે મોકલવામાં નથી આવતા.
ટ્વીટર પર તેમના આ નિવેદનની ઘણી આલોચના કરવામાં આવી હતી.
રાજસ્થાનના પ્રિયા શર્માને આર્મી ચીફ બીપીન રાવતના નિવેદનથી કોઈ ફર્ક નથી પડતો તે કરીને બતાવ્યું છે. પ્રિયા શર્માએ ભારતનું નામ રોશન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
It is a proud moment for India as the nation gets its 7th female fighter pilot #PriyaSharma from Rajasthan. An alumni of #IIITKota she is the 7th woman fighter pilot in India. Passed out of the Air Force Academy in Hyderabad as Flying Officer along with 23 other women & 115 men. pic.twitter.com/02V60LntgC
— ALLEN Career Institute (@ALLENkota) December 18, 2018
પ્રિયા શર્મા ભારતની સાતમાં મહિલા ફાઈટર બની ગયા છે. રાજસ્થાનના તેઓ ત્રીજા મહિલા ફાઈટર બન્યા છે.
https://twitter.com/DBangari28/status/1074981730971512837
પ્રિયા શર્મા હૈદરાબાદની એર ફોર્સ એકેડમીમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે ગ્રેજ્યુએટ થયા છે. આઈઆઈટી કોટામાં અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૧૭મ અત્રેનીંગ માટે તેઓ ડુંડીગલ અને હકીમપેટ ગયા હતા.
ભારતના મહિલા ફાઈટર બનવા અંગે પ્રિયાએ કહ્યું કે ફાઈટર પાયલોટ વિશે હું કહીશ કે તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ કામ પુરુષ કે મહિલા માટે નથી હોતું. આ કામ માત્ર આપણા નિર્ણય પર જ નિર્ભર કરે છે કે આપણે શું નક્કી કરીએ છીએ. અમે પોતાના મનનો અવાજ સાંભળ્યો અને દેશનું મન વધાર્યું.
