મુંબઈ
મુંબઈમાં નરીમન પોઈન્ટમાં આવેલ એક હોટલની નજીક એક શોરૂમમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હાલ આ આગ પર કાબુ મેળવી લીધો છે.આગની ખબર મળ્યા બાદ પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. હજુ સુધી આં આગને લીધે કોઈ જાન-હાનિના સમાચાર મળ્યા નથી.
Latest visuals from Mumbai: Fire broke out in a hotel in Mazgaon area late night yesterday. Five fire tenders present at the spot; firefighting operations underway. #Maharashtra pic.twitter.com/ru6Ra0gfG5
— ANI (@ANI) December 19, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યે હોટલ નજીક એક શોરૂમના બેઝમેન્ટમાં લેવલ-૨ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના કહેવા પ્રમાણે આ આગની ખબર તેમને રાત્રે ૧૧:૦૪ મિનિટે મળી હતી.
તમને જણાવી દઈએ કે ૧૭ ડીસેમ્બરના રોજ અંધેરી ઇસ્ટમાં કામનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગને લીધે અત્યાર સુધી ૧૦ લોકોના મૃત્યુ જયારે ૧૫૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આગ લાગવાનું સાચું કારણ તો હજુ સુધી ખબર નથી પડી પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ શોર્ટ-સર્કીટને લીધે લાગી હતી.
#UPDATE Fire at ESIC Kamgar Hospital in Mumbai's Andheri which broke out on 17 December: One more person dies at the hospital, death toll rises to 10.
— ANI (@ANI) December 20, 2018
