Not Set/ રી-મેરેજ: આફતાબ શિવદાસાનીએ ઘોડા પર નહીં, હાથી પર સવાર થઈને કાઢ્યો વરઘોડો

મસ્તી સીરીઝની ફિલ્મથી જાણીતા બનેલા આફતાબ શિવદાસાનીએ ફરી વાર લગ્ન કર્યા છે અને આ લગ્નને તેણે ખૂબ યાદગાર બનાવી દીધા હતા. આફતાબે પોતાના રી-મેરેજના દરેક ફંક્શનને યાદગાર બનાવ્યા હતા. આફતાબની પત્ની નિન દુસાંજ લંડનના પંજાબી પરિવારમાંથી આવે છે. 2012માં આ બોલિવૂડ એક્ટરે નિન દુસાંજ સાથે સગાઈ કરી હતી અને જીન 2014માં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. […]

Entertainment

મસ્તી સીરીઝની ફિલ્મથી જાણીતા બનેલા આફતાબ શિવદાસાનીએ ફરી વાર લગ્ન કર્યા છે અને આ લગ્નને તેણે ખૂબ યાદગાર બનાવી દીધા હતા. આફતાબે પોતાના રી-મેરેજના દરેક ફંક્શનને યાદગાર બનાવ્યા હતા. આફતાબની પત્ની નિન દુસાંજ લંડનના પંજાબી પરિવારમાંથી આવે છે. 2012માં આ બોલિવૂડ એક્ટરે નિન દુસાંજ સાથે સગાઈ કરી હતી અને જીન 2014માં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે સમયે આફતાબે નિન સાથે અંગત પરિવારજનોની હાજરીમાં જ લગ્ન કર્યાં હતા. પરંતુ તાજેતરમાં જ આફતાબ અને નિને ફરીથી ધામધૂમથી લગ્ન કર્યાં હતા.

 

 

આફતાબે આ લગ્નની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. આફતાબ અને નિનના લગ્નના કાર્યક્રમ શ્રીલંકામાં બે દિવસ સુધીચાલ્યા હતા. આફતાબના લગ્નના ફોટા તુષાર કપૂરે પણ પોતાના ઇનસ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા.

આ લગ્નમાં આફતાબ ઘોડે ચઢીને નહીં પરંતુ હાથી પર સવાર થઈને પહોંચ્યો હતો તો નિન ડોલીમાં સવાર થઈને આવી હતી.