Not Set/ BJPની રથયાત્રા રોકવા પર અડી મમતા, હાઈકોર્ટની ડબલ બેંચ આજે આપશે પોતાનો ચુકાદો

કલકત્તા, ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને પલટતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત થનારી રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે મમતા સરકાર ડિવીઝન બેંચ પાસે પહોંચી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલી દલીલ બાદ હવે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ આ સુનાવણી માટે તૈયાર થઇ ગઈ છે. Calcutta High Court’s Chief Justice bench agrees to […]

Top Stories India Trending

કલકત્તા,

ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને પલટતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત થનારી રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે મમતા સરકાર ડિવીઝન બેંચ પાસે પહોંચી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલી દલીલ બાદ હવે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ આ સુનાવણી માટે તૈયાર થઇ ગઈ છે.

ભાજપ દ્વારા આ રથયાત્રાને “ગણતંત્ર બચાવો યાત્રા”નું નામ આપવામાં આવ્યું છે અને ૨૨ ડિસેમ્બરથી કુચ બિહારથી શરુ કરવામાં આવનારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા ભાજપની રથયાત્રા પર રોક લગાવાઈ હતી અને ૧૪ ડિસેમ્બર સુધી સરકારને રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. સાથે સાથે સ્થાનિક પ્રશાસનને આ યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા હતા.

ભાજપ દ્વારા આયોજિત કરાયેલી રથયાત્રાની વાત કરવામાં આવે તો, પહેલી યાત્રા ૨૨ ડિસેમ્બરથી કૂચબિહાર જિલ્લાથી, બીજી યાત્રા ૨૪ ડિસેમ્બરથી ૨૪ પરગના અને ત્રીજી યાત્રા ૨૬ ડિસેમ્બરથી વીરભૂમિના તારાપીઠથી નીકળવાની છે.