Not Set/ દ્વારકા મંદિરમાં સામાન્ય લોકોનું ચેકિંગ કરાય છે VIPને કોઈ ચેકિંગ નહીં, દરેક નાગરિકને સમાન હક મળે તે માટે કલેક્ટરને આવેદન

દ્વારકા, યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અનેક વીઆઈપીઓ પણ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે ત્યારે  મંદિરની સુરક્ષા અને યાત્રિકોની સુવિધાઓને લઇ તેમજ મંદિરની અંદર ફોટોગ્રાફી તેમજ વિડીઓગ્રાફીની મનાઈ છે. ત્યારે ભારતીય પુરાતત્વ વિભાગની પૂર્વ મંજૂરી અને સ્થાનિક વ્યવસ્થાપક સમિતિ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની પરમિશન […]

Gujarat Others

દ્વારકા,

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અનેક વીઆઈપીઓ પણ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે ત્યારે  મંદિરની સુરક્ષા અને યાત્રિકોની સુવિધાઓને લઇ તેમજ મંદિરની અંદર ફોટોગ્રાફી તેમજ વિડીઓગ્રાફીની મનાઈ છે.

ત્યારે ભારતીય પુરાતત્વ વિભાગની પૂર્વ મંજૂરી અને સ્થાનિક વ્યવસ્થાપક સમિતિ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની પરમિશન જરૂરી છે, છતાં પણ અનેક વખત દ્વારકાના જગત મંદિરમાં વિડિઓગ્રાફી અને ફોટોગ્રાફી ના વિડિઓ અને ફોટા સોશ્યલ મીડિયાના માધ્યમથી વાઇરલ થયા છે.

આ અંગે અનેક વખત રજુઆત થઇ છે ફેસબુક પર મંદિરના અંદરથી લાઈવ પણ થયું છતાં કોઈ જાતના પગલાં દ્વારકા વ્યવસ્થાપક સમિતિ દ્વારા કરવામાં આવ્યા નથી. માત્ર એક વ્યક્તિ પર પોલીસ મથકમાં જાહેર નામ અંગેનો કેસ કરી બાદમાં સમગ્ર મામલો શાંત કરી દેવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે કોઈ તાપસ કર્યા વગર જ માત્ર કાર્યવાહી થશે અને જરૂરી પગલાં લેવામાં આવશે તેવા જ જવાબો આપી કેમેરા સમક્ષ બચવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.

મુંબઈના દિપક બારાઇ દ્વારકાના જગત મંદિર માં દર્શનાર્થે આવ્યા હતા ત્યારે તેમને આ અંગે લેખિતમાં અરજી કરી હતી અને બાદ માં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા તેઓએ તેના વકીલ દ્વારા લીગલ નોટીસ આપી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિને આપી હતી, સામાન્ય લોકોને પોલીસ દ્વારા ચેકીંગ બાદ અનેક મુશ્કેલીઓનો સામનો કરી મંદિરમાં પ્રવેશ મળે છે જેથી દરેક નાગરિકને સમાન હક મળે તે માટે કલેક્ટરને જણાવાયું છે.