Not Set/ અ’વાદ: BRTS બસમાં હોમગાર્ડ જવાને કરી મહિલાની છેડતી,વીડિયો વાયરલ

અમદાવાદ, અમદાવાદમાં આરટીઓથી મણીનગર જતી બીઆરટીએસ બસમાં એક મહિલાની હોમગાર્ડ જવાને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. બસમાં બેસેલા એક હોમગાર્ડ જવાન કે જેના પર આ છેડતીનો આરોપ છે અને તે પીધેલી હાલતમાં હોવાનો પણ આરોપ છે.આ હોમગાર્ડ જવાન પોતાની ફરજ ભૂલ્યો અને સરકારી તંત્રની મજાક ઉડાવી. આ હોમગાર્ડ જવાન પર આરોપ છે કે […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં આરટીઓથી મણીનગર જતી બીઆરટીએસ બસમાં એક મહિલાની હોમગાર્ડ જવાને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. બસમાં બેસેલા એક હોમગાર્ડ જવાન કે જેના પર આ છેડતીનો આરોપ છે અને તે પીધેલી હાલતમાં હોવાનો પણ આરોપ છે.આ હોમગાર્ડ જવાન પોતાની ફરજ ભૂલ્યો અને સરકારી તંત્રની મજાક ઉડાવી. આ હોમગાર્ડ જવાન પર આરોપ છે કે તેની બાજુમાં બેસેલી એક મહિલા સાથે તેણે અડપલા

કર્યા હતા. ત્યારે બાજુમાં બેસેલો એક સજાગ નાગરિક આ દ્રશ્યો જોઈ લેતા તેણે આ હોમગાર્ડ જવાને પોતાના કેમેરામાં કેદ કર્યો. બાદમાં આ નાગરિકે હોમગાર્ડ જવાનનો વિરોધ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

ઉલ્લેખનીય છે કે, ગત સાંજે RTO સર્કલથી મણીનગર તરફ જતી એક BRTS બસમાં એક મહિલા સાથે હોમગાર્ડ જવાને ગેર વર્તન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જો કે, આ ઘટના અંગેનો એક VIDEO વાયરલ થતાં જોનારે આ હોમગાર્ડ જવાન પર ફિટકાર વરસાવ્યો હતો.