Not Set/ પશ્ચિમ બંગાળનાં પૂર્વ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી નિરુપમ સેનનું 72 વર્ષની ઉમરે નિધન

કોલકત્તા, પશ્ચિમ બંગાળ રાજ્યનાં પૂર્વ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મીનીસ્ટર નિરુપમ સેનનું આજે સવારે સીટી હોસ્પીટલમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે. 72 વર્ષનાં નિરુપમ સેન એમની પત્ની. દીકરી અને પુત્રને છોડીને જતાં રહ્યાં છે. હોસ્પીટલ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે, ‘સેન કિડનીની બિમારી સામે લડી રહ્યાં હતા.’ એમને એટેક પણ આવેલો છે 2013માં જેને […]

Top Stories Politics

કોલકત્તા,

પશ્ચિમ બંગાળ રાજ્યનાં પૂર્વ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મીનીસ્ટર નિરુપમ સેનનું આજે સવારે સીટી હોસ્પીટલમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે. 72 વર્ષનાં નિરુપમ સેન એમની પત્ની. દીકરી અને પુત્રને છોડીને જતાં રહ્યાં છે.

હોસ્પીટલ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે, ‘સેન કિડનીની બિમારી સામે લડી રહ્યાં હતા.’ એમને એટેક પણ આવેલો છે 2013માં જેને કારણે તેઓનું શરીર પેરેલાઈઝડ થઇ ગયું હતું. ડીસેમ્બરનાં શરુઆતનાં અઠવાડિયાથી તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

સેન  2001 અને 2006માં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચુંટાયા હતા. પશ્ચિમ બંગાળમાં વ્યવસાયિક સુધારાનાં ચીફ આર્કિટેક તરીકે નિરુપમ સેનને ગણવામાં આવે છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમનાં મૃત્યુ બાદ સેનનાં પરિવારને સહાનુભુતિ આપી હતી.