જૂનાગઢ/ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગ દાન માટે તૈયાર કરાયો ગ્રીન કોરીડોર

સ્થાનિક તબીબ આકાશ પટોડિયાએ દર્દીના બ્રેઈન ડેડ અંગે પરિજનોને જાણ કરી હતી અને બાદમાં અંગદાન અંગે માહિતી આપી હતી. જેથી સ્વજનો દર્દીના અંગોનું દાન કરવા સંમત થયા હતા.

Top Stories Gujarat

હાલમાં ગુજરાતમાં અંગદાનનું મહ્ત્વ્વાધી રહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને અંગદાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકો બ્રેઈન ડેડ લોકોના અંગોનું દાન કરી રહ્યા છે. અંગદાનમાં સુરત મોખરે છે.અમદાવાદમાં પણ અત્યાર સુધીમાં 62 અંગોનું દાન કરવામાં આવ્યું છે, પરંતુ આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત અંગોનું દાન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પ્રથમવાર બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરના અંગોનું દાન કરવામાં આવી રહ્યું છે. શરીરના અંગો લઇ જવા માટે જૂનાગઢથી કેશોદ સુધી ગ્રીન કોરીડોર તૈયાર કરાયો હતો.

મળતી માહિતી મુજબ વંથલી તાલુકાના રવાણી ગામના મગનભાઈ ગજેરા નામના દર્દીનું સાત દિવસ પહેલા મગજની નસ ફાટી જવાથી મૃત્યુ થયું હતું અને તેના પરિવારજનોએ અંગ દાન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમની બે કિડની અને એક લીવર અમદાવાદના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે અને અંગો એકત્ર કરવા અમદાવાદ હોસ્પિટલના તબીબો જૂનાગઢ પહોંચી ગયા છે. તેમની બે કિડની અને એક લીવરની સર્જરી કરવામાં આવશે અને જૂનાગઢથી અમદાવાદ વાયા કેશોદ એરપોર્ટ પર લાવવામાં આવશે, જે ત્રણેય દર્દીઓને નવું જીવન આપશે.

સ્થાનિક તબીબ આકાશ પટોડિયાએ દર્દીના બ્રેઈન ડેડ અંગે પરિજનોને જાણ કરી હતી અને બાદમાં અંગદાન અંગે માહિતી આપી હતી. જેથી સ્વજનો દર્દીના અંગોનું દાન કરવા સંમત થયા હતા. અગાઉ તેઓ પાંચ અવયવોનું દાન કરવાના હતા પરંતુ તેમના ફેફસા અને હૃદયની હાલત ખરાબ હોવાથી બે કિડની અને એક લીવરનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઓપરેશન માટે અમદાવાદ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ જૂનાગઢ પહોંચી હતી. મગન ગજેરાના બ્રેઈન ડેડ બોડીમાંથી લીવર અને કીડની અને શરીરના અંગો હાલમાં ચાલી રહેલા કેશોદ એરપોર્ટ પરથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અને જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. જૂનાગઢ મહાનગરપાલિકાએ પોલીસને જાણ કર્યા બાદ પ્રથમ વખત જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે. દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત જૂનાગઢમાંથી ગ્રીન કોરીડોર બન્યો છે.

logo mobile