અમદાવાદ,
દિનેશ શર્માનો ખુબજ નિકટનો સાથી અને કોંગ્રેસનો અગ્રણી કાર્યકર્તા અમિત નાયક એક દલિત યુવક સાજન સાથે ખુબજ અભદ્ર ભાષામાં વાત કરતો ઓડિયો વાયરલ થયો છે જેમાં મારી નાખવા સુધીની ધમકી પણ આપી દીધી છે.
દલિત સમાજ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહ્યો છે. છતા અમદાવાદ શહેર કોંગ્રેસના આગેવાન બાપુનગર ના ડૉક્ટર અમિત નાયક દ્વારા કાર્યકર સાજન પરમારને જાતિવિયક અપશબ્દો બોલતા સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે.
આ અંગે સામાજીક કાર્યકરે જણાવ્યું કે, શહેર પ્રમુખ શશીકાંત પટેલને તેના વિશે જાણ કરીને તત્કાલીક પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. તેમજ દલિત સમાજની માફી માંગવાની અમે માંગણી કરી છે. જો આમારી માંગણીને અવગણના કરશો તો સમાજના આગેવાનો દ્વારા જે કાર્યક્રમ થશે તેની જવાબદારી પ્રમુખની રહેશે, મંતવ્ય ન્યૂઝ ઓડિયો કલીપની પુષ્ટી કરતું નથી.
https://www.youtube.com/watch?v=vMi9ot9E04Q
