Not Set/ કુંભના મેળામાં છવાઈ જશે ડેનિયલ બાબા, વાંચો ફ્રેંચ નાગરિકની બાબા સુધીની સફર

ઉત્તર પ્રદેશમાં કુંભના મેળામાં દેશવિદેશથી માનવ-મહેરામણ ઉમટે છે. પ્રયાગરાજ શહેરમાં યોજાનારા આ કુંભના મેળાનું અનેરું મહત્વ છે. જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી આ મેળો ચાલે છે. આ વખતે આ મેળામાં એક ફ્રાંસના નાગરિક કે જેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે તેઓ ‘ ડેનિયલ બાબા ‘ ના નામે છવાઈ ગયા છે. આ ફ્રાંસના રહેવાસીનું નામ ડેનિયલ […]

Top Stories India Trending

ઉત્તર પ્રદેશમાં કુંભના મેળામાં દેશવિદેશથી માનવ-મહેરામણ ઉમટે છે. પ્રયાગરાજ શહેરમાં યોજાનારા આ કુંભના મેળાનું અનેરું મહત્વ છે. જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી આ મેળો ચાલે છે.

આ વખતે આ મેળામાં એક ફ્રાંસના નાગરિક કે જેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે તેઓ ‘ ડેનિયલ બાબા ‘ ના નામે છવાઈ ગયા છે. આ ફ્રાંસના રહેવાસીનું નામ ડેનિયલ છે. તેમના સાથી તેમને ભગવાન ગિરી કહીને બોલાવે છે.

તમને જણાવી દઈએ કે ડેનિયલ છેલ્લા ૩૦ વર્ષોથી ભારતમાં રહે છે અને તેમણે હિન્દી ભાષા પણ શીખી લીધી છે.  તેઓ મોટા ભાગે હિન્દીમાં જ વાત કરે છે.

ડેનિયલ ભગવાન ગિરીએ જણાવ્યું હતું કે  હું સનાતન ધર્મથી પ્રેમ કરું છુ. આ ધર્મ ખુબ શાંતિ પ્રિય છે. અમે એક જ ઈશ્વરમાં વિશ્વાસ રાખીએ છીએ. એક જ ઈશ્વરને આપણે બીજા ઘણા નામોથી ઓળખીએ છીએ પરંતુ અંતે તો તે બધાનો ઈશ્વર એક જ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રેમ છે તો બધું આનંદમાં છે. ડેનિયલ બાબાએ ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે અને કપાળમાં હળદર લગાવે છે.

ડેનિયલ બાબા તેમના સાથીઓ સાથે જ ભોજન લે છે અને સાધુની જેમ જ જીવન જીવે છે. તેઓ તેમના સાથીઓને ગુરુભાઈ કહીને બોલાવે છે. ડેનિયલ બાબા આનંદ અખાડા સાથે જોડાયેલા છે. આ અખાડાના અન્ય સાધુ લક્ષ્મણ ગિરીએ કહ્યું કે ડેનિયલની દિનચર્યામાં યોગ, ભજન અને ધ્યાન શામેલ છે.

ફ્રેંચ બાબાના નામથી ફેમસ એવા ડેનિયલ માર્ચ સુધી ચાલનારા કુંભના મેળામાં ભાગ લેવાના છે. પ્રયાગરાજમાં કુંભના મેળામાં એટલું આકર્ષણ છે કે દેશ-વિદેશના લોકોને પોતાની તરફ ખેંચી લાવે છે.