વડોદરા,
વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સફાઇ બાબતે વિવાદ થયો. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સફાઇ પાલિકાનાં કર્મીઓ પાસે કરાવાતા વિવાદ સર્જાયો હતો.
ત્યારે વાત કરીએ તો પાલિકાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો સફાઇ કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સોંપ્યો છે. તેમ છતાં પાલિકાનાં સફાઇકર્મીઓ કામે લગાડતા વિવાદ સર્જાયો હતો.
વોર્ડ નં.1 નાં કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિરોધ કર્યો હતો. પાલિકાએ બે પાળીમાં 50-50 સફાઇ કર્મચારીઓ કામે લગાડવામાં આવ્યા હતા. ત્યારે 8 તારીખ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સફાઇ કરવાનું ફરમાન કરાયુ છે. મહિલા કાઉન્સિલરે સ્થળ પર પહોંચી સફાઇ કામ બંધ કરાવ્યુ હતુ.
