રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક બાદ એક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા જાય છે. રાજકોટ મનપાના વર્તમાન અને પૂર્વ મેયર બંને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.હવે મેયરના PA કે.એચ. હિંડોચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નોધનીય છે કે, કે.એચ.હિંડોચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સેક્રેટરી બ્રાંચ સ્ટાફ સહિત અધિકારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે મનપા ખાતે સેનેટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
નોધનીય છે કે, રાજ્યસભાના સાંસદ અભિ ભારદ્વાજ બાદ બાદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય તેમના પતિ, મનપાના પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની પત્ની, પુત્રી તેમજ જમાઈનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
