Not Set/ અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં હોવાનો વીડિયો વાયરલ

અમદાવાદ, પોલીસ કોન્સ્ટેબલ ફરજ સમયે દારૂના નશામાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઠક્કરનગરનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ સામે લોકરોષ ફાટી નીકળ્યો છે. આ વિડિયોની પુષ્ટી મંતવ્ય ન્યુઝ નથી કરતું. પોલીસ કર્મી કારજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું અનુમાન લગવાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

પોલીસ કોન્સ્ટેબલ ફરજ સમયે દારૂના નશામાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઠક્કરનગરનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ સામે લોકરોષ ફાટી નીકળ્યો છે.

આ વિડિયોની પુષ્ટી મંતવ્ય ન્યુઝ નથી કરતું. પોલીસ કર્મી કારજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું અનુમાન લગવાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, પોલીસ કોન્સ્ટેબલ નશામાં ચૂર થઇને કામ કરી રહ્યો છે.

નશામાં ચૂર થઇને ફરજ બજાવતા જાગૃત લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારવાની શરૂઆત કરતા નશાખોર પોલીસ કોન્સ્ટેબલ રોષે ભરાયો હતો અને વીડિયો ઉતારનાર લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.