મુંબઇ,
‘સિમ્બા’એ હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચવી રાખી છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલ સતત આઠ ફિલ્મો 100 કરોડ ક્લબમાં શામિલ થઇ છે અને રેકોર્ડ બનાવનાર એક માત્ર નિર્દેશક છે.
રોહિત જાણે છે કે દર્શકો શું ઈચ્છે છે? આ વાત તેઓએ પકડી રાખી છે અને હીટ પર હીટ તેઓ ફિલ્મ બનાવતા જઈ રહ્યા છે. સિમ્બામાં પહેલીવાર રોહિત શેટ્ટીએ રણવીર સિંહ સાથે કામ કર્યું છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. આ પૂરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની હિન્દી રીમેક છે. જો કે રોહિતે સ્ક્રિપ્ટમાં ઘણા પરિવર્તન કર્યા છે અને પોતાના હિસાબથી ફિલ્મ બનાવી છે.

સિમ્બામાં અજય દેવગન પણ જોવા મળે છે. તેમની એન્ટ્રી ફિલ્મમાં ખાસ ટ્વિસ્ટ પર છે અને દર્શકો તેમને જોઇને ખુશ ખુશ થઇ ગયા છે. કોઈ પણ કલાકારને મહેમાન કલાકારના રૂપમાં કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તે રોહિતે બતાવ્યું છે. નહીં તો મોટાભાગ ફિલ્મ નિર્દેશક મહેમાન કલાકારના રૂપમાં સ્ટારને બરબાદ કરી દેતા હોય છે.
ફિલ્મમાં સિમ્બા અને સિંઘમ સાથે લડાય કરતા જોવા મળે છે. ત્યારે ફિલ્મ જોવાની મજા બમણી થઇ જાય છે. જાણવા મળી રહ્યું વહે કે રોહિત એક એવી ફિલ્મ પ્લાન કરી રહ્યા છે જેમાં સિમ્બા અને સિંઘમ સાથે લડતા જોવા મળે. તેઓ મળીને ભષ્ટાચાર સામે લડાય લડતા જોવા મળે. સિમ્બાની સફળતા પછી રોહિત આની પણ સીક્લ્વ વિશે વિચ્ગરી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે આગામી ફિલ્મ સિમ્બા અને સિંઘમને મળીને બનાવી જોઈએ.

રોહિતના પાસે ત્રણ સીરીઝ…
બોલિવૂડના એક સૂત્રે જણાવ્યું કે રોહિતના પાસે ગોલમાલ અને સિંઘમ સીરીઝ હતી અને હવે સિમ્બા પણ છે. તેઓ ઈચ્છે છે કે સિમ્બા અને સિંઘમને સાથે બતાવામાં આવે. જો કે આ ફિલ્મને બનાવામાં હજુ વાર છે. પરંતુ રોહિત આ દિશામાં કામ કરવા માંગે છે. રોહિતની આગામી ફિલ્મ સૂર્યવંશી હશે જેમાં અક્ષય કુમાર એક પોલિસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2019 ના ડિસેમ્બરમાં પ્રદર્શિત થશે.
