અમદાવાદ,
અમદાવાદના ગોમતીપૂરમાં મેટ્રોના કામ દરમિયાન ઘરમાં પડ્યો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. લાવા જેવું પાણી ભૂવામાંથી નિકળતાં ઘરમાં બે ફૂટ જેટલું પાણી ભરાયુ અને ત્યાર બાદ બહાર રોડ પર પણ આ પાણી ફરી વળ્યું છે.
લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. મેટ્રોના અધિકારીઓ પણ હજુ આ બાબતે કશું જ કહેવા માટે તૈયાર નથી. આ મામલે સ્થાનિક લોકોએ માગ કરી છે. કે જેટલું નુકશાન થયુ છે તેનું ભરપાઇ કરી આપે અને મોટા પ્રમાણમાં કેમિકલ બહાર આવતા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. તો સવાલએ પણ ઉઠે છે આ બધા પાછળ જવાબદાર કોણ ?
