નાગરિકતા સુધારણા અધિનિયમનાં વિરોધમાં દેશનાં જુદા જુદા રાજ્યોમાંથી ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાયા હોવના સમાચાર મળી રહ્યા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગુરુવારે ગુજરાતનાં અમદાવાદ શહેરમાં પણ પ્રદર્શન તીવ્ર બન્યુ હતુ. દરમિયાન અમદાવાદમાં વિરોધ પ્રદર્શન વખતે થયેલી હિંસાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા ટોળાને છૂટા કરવા દોડી આવેલા પોલીસ કર્મચારીઓ પર ભીડે પથ્થરમારો શરૂ કરી દીધો હતો, એક પોલીસ કર્મચારી ભીડમાં ફસાયા હતા અને તેમને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.

અમદાવાદનાં શાહ આલમ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શન કરનારાઓને હટાવવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ ટોળાથી બચીને કિનારે થઇ ગયા હતા, પરંતુ જે ભીડની વચ્ચે ફસાયા, તેમને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
Gujarat MoS for Home, Pradeepsinh Jadeja to ANI: There were 2 incidents of violence in Ahmedabad today. Other than that there is peace in whole state. Around 50 people arrested, we are checking video footage to identify those who were involved, strict action will be taken. #CAA https://t.co/aioqj7vNbB pic.twitter.com/EpGYDaKMPT
— ANI (@ANI) December 19, 2019
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભીડ સ્પષ્ટ રીતે પોલીસ કર્મચારીઓ પર પત્થર ફેંકતા જોવા મળી રહ્યા છે. જો કે, થોડા સમય માટે એવું લાગે છે કે 2-3 યુવાન લોકો ભીડમાંથી બહાર આવે છે અને લોકોને પથ્થરમારો બંધ કરવાનું કહે છે. વળી, બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ વાહનની પાછળ ટોળું દોડી રહ્યુ છે. પોલીસ વાહનો ઝડપથી ત્યાથી રવાના થઇ જાય છે. નજીકમાં ઉભેલા પોલીસ કર્મચારી કારમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક પોલીસ બસમાં ચઢી શક્યો નહી અને લપસી પડ્યો. આ સમયે, ટોળાએ તેને ઘેરી લીધો અને મારવાનું શરૂ કરી દીધુ.
![]()
આ સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં હિંસાની બે ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલ છે. આશરે 50 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. હિંસામાં સામેલ લોકોની ઓળખ વીડિયો ફૂટેજ દ્વારા કરવામાં આવી રહી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદનાં શાહ આલમ વિસ્તારમાં હિંસા અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે, અમે લગભગ 32 લોકોને અટકાયતમાં લીધા છે, અમે એફઆઈઆર નોંધી રહ્યા છીએ. અમે સીસીટીવી ફૂટેજનાં આધારે અન્યની ઓળખ પણ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યુ કે, આ ઘટનામાં 19 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
