Not Set/ લોક રક્ષક દળ પરીક્ષા મામલે વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

ગાંધીનગર, લોક રક્ષક દળની પરીક્ષા આગામી 6 જાન્યુઆરીએ ફરી વખત યોજાઇ રહી છે. જેને લઇને લોક રક્ષક પરીક્ષા બોર્ડના વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, 8 લાખ 76 હજાર ઉમેદવારોને કોલલેટર ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી હજુ 2 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કર્યા નથી. ઉમેદવારો સરકારી વેબસાઇટ ઉપરથી […]

Top Stories Gujarat

ગાંધીનગર,

લોક રક્ષક દળની પરીક્ષા આગામી 6 જાન્યુઆરીએ ફરી વખત યોજાઇ રહી છે. જેને લઇને લોક રક્ષક પરીક્ષા બોર્ડના વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, 8 લાખ 76 હજાર ઉમેદવારોને કોલલેટર ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી હજુ 2 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કર્યા નથી. ઉમેદવારો સરકારી વેબસાઇટ ઉપરથી વહેલી તકે નવા ઇશ્યુ થયેલા કોલ લેટર ડાઉનલોડ કરીલે. જૂના કોલલેટર માન્ય રાખવામાં નહી આવે. વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે, ઉમેદવારોએ લોક રક્ષક દળની પરીક્ષાના નવા ડાઉનલોડ કરેલા ફોર્મ અને ઓળખપત્ર લઇ એસટી ડેપોએ જશે એટલે મફત મુસાફરીની સુવીધાનો લાભ લઇ શકશે.