પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં આતંકી હુમલો અને એર સ્ટ્રાઇક બાદ હવે પાકિસ્તાન ડરી ગયો છે. ત્યારે પાકિસ્તાનની સમજૌતા એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઇ. સવારે 7 કલાકે લાહોરથી ટ્રેન રવાના થઇ રહી હતી. ત્યારે દિલ્હીથી લાહૌર વચ્ચે સમજૌતા એક્સપ્રેસ રદ કરાઇ.
ભારતથી નીકળતી સમજૌતા એક્સપ્રેસ બુધવારે નવી દિલ્હીથી પોતાના નિર્ધારીત સમય પર નીકળી ગઈ હતી. જેને અટારી બોર્ડર પર અટકાવી દેવામાં આવી હતી.
કારણ કે પાકિસ્તાને આ ટ્રેન રદ કરી નાખી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ, સમજૌતા એક્સપ્રેસમાં કુલ 16 યાત્રીઓ સવાર હતા અને તમામ લાહોરથી બેઠા હતા. આ યાત્રીઓ લાહોરમાં ફસાયેલા છે.
પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે પાકિસ્તાનમાં તમામ હવાઈ સેવા પણ બંધ કરવામાં આવી છે, જ્યારે લાહોરમાં સમજૌતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
આ સ્થિતિમાં ભારત તરફથી ગઈકાલે સમજૌતા એક્સપ્રેસ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું. જોકે, પાકિસ્તાને ટ્રેન રદ કરતા અનેક મુસાફરો ફસાયા છે.
