Not Set/ ના હોય ! કૌરવો ટેસ્ટ ટ્યુબ બાળકો હતા, રાવણે શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યા હતા, વાંચો કોણે કહ્યું આવું

દિલ્લી હજુ થોડા સમય પહેલા ભગવાન હનુમાનની જાતિ કઈ છે તે ચર્ચાનો વિષય બની હતી હવે કૌરવો કોણ હતા તેની પર આંધ્ર પ્રદેશના વીસીએ કઈક અલગ નિવેદન આપ્યું છે. આંધ્ર યુનિવર્સીટીના વીસી જી નાગેશ્વર રાવ આ નિવેદન આપતા બાદ વિવાદોમાં ઘેરાઈ ગયા છે. રાવે એવો દાવો કર્યો છે કે મહાભારતના કૌરવોનો જન્મ સ્ટેમ સેલ અને […]

Top Stories India Trending

દિલ્લી

હજુ થોડા સમય પહેલા ભગવાન હનુમાનની જાતિ કઈ છે તે ચર્ચાનો વિષય બની હતી હવે કૌરવો કોણ હતા તેની પર આંધ્ર પ્રદેશના વીસીએ કઈક અલગ નિવેદન આપ્યું છે.

આંધ્ર યુનિવર્સીટીના વીસી જી નાગેશ્વર રાવ આ નિવેદન આપતા બાદ વિવાદોમાં ઘેરાઈ ગયા છે.

રાવે એવો દાવો કર્યો છે કે મહાભારતના કૌરવોનો જન્મ સ્ટેમ સેલ અને ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજીથી થયો હતો. એક પ્રેઝન્ટેશન દરમ્યાન તેમણે કહ્યું હતું કે ભગવાન રામે એવા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો કે જે લક્ષ્યનો પીછો કરતા હતા અને ત્યાં સુધી પહોચીને પરત આવતા હતા.

વાઈસ ચાન્સલર રાવના કહેવા મુજબ એવું લાગી રહ્યું છે કે મિસાઈલોનું વિજ્ઞાન ભારત માટે નવું નહતું હજારો વર્ષથી તે ચાલતું આવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે રાવણ પાસે માત્ર એક પુષ્પક વિમાન નહી પરંતુ એવા ૨૪ વિમાન હતા જે અલગ-અલગ આકાર અને ક્ષમતા ધરાવતા હતા.

રાવણે શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યા હતા આ વિમાન યુદ્ધના ઉદ્દેશથી નહી પરંતુ બીજા ઘણા ઉદ્દેશથી વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જી નાગેશ્વરે કહ્યું કે દરેક એ પ્રશ્ન તો ચોક્કસથી થતો હશે કે ગાંધારીએ ૧૦૦ પુત્રોને જન્મ કેવી રીતે આપ્યો હશે ? માણસના રૂપમાં શું આ વાત શક્ય છે ?

વધુમાં રાવે કહ્યું કે આપણે જાણીએ છીએ કે આપણા સંતાન ટેસ્ટ ટ્યુબથી થઇ શકે છે પરંતુ મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે ૧૦૦ ઈંડાને નિશ્ચિત કરવામાં આવ્યા હતા અને તેને ૧૦૦ ઘડામાં મુકવામાં આવ્યા હતા. શું તે ટેસ્ટ ટ્યુબ બાળકો નહતા?

આ દેશમાં સ્ટેમ સેલની શોધ હજારો વર્ષ પહેલા થઇ ગઈ છે.આંધ્ર યુનીવર્સીટીના વીસીના કહેવા પ્રમાણે ટેસ્ટ ટ્યુબ ટેક્નોલોજીની મદદથી એક માતાએ ૧૦૦ કૌરવોને જન્મ આપ્યો હતો. હજારો વર્ષ પહેલા પણ આ દેશમાં વિજ્ઞાન હતું.