લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મોદી સરકારે દેશના સવર્ણોને એક મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
એસટી-એસસી અને ઓબીસીને પણ ૫૦ ટકા આરક્ષણ આપવું જોઈએ : માયાવતી
બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે તેઓ ગરીબો સવર્ણોને ૧૦ ટકા આરક્ષણ આપવાના નિર્ણયને સમર્થન કરશે.તેમણે આ નિર્ણય મામલે કહ્યું કે હાલ આરક્ષણને લઈને જે વ્યવથા લાગુ કરવામાં આવી છે તે ઘણી જૂની છે. એવામાં હવે એસટી-એસસી અને ઓબીસીને પણ ૫૦ ટકા આરક્ષણ આપવાની જરૂર છે.
BSP chief Mayawati to ANI: Lok Sabha chunaav se pehle liya gaya ye faisla humein sahi niyat se liya gaya faisla nahi lagta hai, chunavi stunt lagta hai, rajnitik chalaava lagta hai, acha hota agar BJP apna karyakaal khatam hone se thik pehle nahi balki aur pehle le leti. pic.twitter.com/Iidi2rT0eC
— ANI (@ANI) January 8, 2019
ચૂંટણી પહેલા બીજેપીનો સ્ટંટ હોઈ શકે
માયાવતીએ ન્યુઝ એજન્સી એએનઆઈને કહ્યું કે લોકસભા ૨૦૧૯ની ચુંટણીની પહેલા લીધેલા આ નિર્ણયમાં મને નિયત ચોખ્ખી નથી લાગી રહી. આ એક ચુટણીનો સ્ટંટ લાગી રહ્યો છે. વધુ તેમણે કહ્યું હતું કે ભાજપને આ નિર્ણય તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા લેવાનો હતો.
પછાત પરિવારોને નોકરીમાં મળશે રાહત
તમને જણાવી દઈએ કે આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
આગામી ત્રણ મહિના પછી આવનારી લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ માસ્ટર સ્ટ્રોક ફટકારવામાં આવ્યો છે. જેના અંતર્ગત મોદી સરકારે દેશના સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
બીજેપી પાર્ટીએ કર્યું નિર્ણયનું સ્વાગત
આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’, સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, મોદી સરકારે લીધેલો આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને કર્યો છે. સવર્ણ સમાજમાં પણ ગરીબ લોકો હોય છે અમને પણ પ્રગતિનો લાભ મળે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવા બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું.
