મુંબઇ,
વરૂણ ધવનની નવી ફિલ્મ એબીસીડી-3માં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે આ ફિલ્મમાં હવે શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. શ્રદ્ધા કપૂર અન્ય કેટલીક મોટી ફિલ્મમાં પણ હાલમાં કામ કરી રહી છે. એબીસીડી-3 ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે.શ્રદ્ધા કપૂર ડાન્સના મામલે ખુબ કુશળ સ્ટાર પૈકીની એક તરીકે રહેલી છે. કેટલીક અભિનેત્રીના નામ પર વિચારણા કરવામાં આવ્યા બાદ હવે શ્રદ્ધા કપૂરનુ નામ નક્કી થઇ ગયુ છે.

ટિ્વટર એકાઉન્ટ પર આ અંગે માહિતી આપતા ટ્રેડ એનાલીસીસ કરનાર તરણ આદર્શે કહ્યુ છે કે હવે શ્રદ્ધા કપૂરનુ નામ નક્કી કરી દેવામાં આવ્યુ છે. રેમો ડિસોઝા, વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર એબીસીડી-2 બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ એક ડાન્સ આધારિત ફિલ્મ છે.ફિલ્મનુ શુટિંગ હવે 22ન્યુઆરીના દિવસે પંજાબમાં શરૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ મોટા ભાગે શુટિંગ યુકેમાં કરવામાં આવનાર છે.
![]()
વરૂણે શ્રદ્ધા કપૂરની સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વેલકમ હોમ. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરના નામને ફાઇનલ કરતા પહેલા કેટરીના કૈફ, કૃતિ સેનન અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. હવે શ્રદ્ધાનુ નામ નક્કી કરવામાં આવ્યુ છે.અગાઉના બીજા ભાગે પણ ભારે ચર્ચા જગાવી હતી. ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. ખાસ કરીને યુવા પેઢીને ફિલ્મ ખુબ પસંદ પડી હતી. વરૂણ ધવન છેલ્લે અનુષ્કા શર્મા સાથે સુઇ ધાગા ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ ચર્ચા જગાવી શકી ન હતી.
