Not Set/ IPL ૨૦૧૯ : તમામ અટકળોનો આવ્યો અંત, આ તારીખથી ભારતમાં જ થશે ૧૨મી સિઝનનો આગાજ

મુંબઈ, છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની યજમાનીને લઈ અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારે હવે આ અટકળો પર મંગળવારે પૂર્ણવિરામ મુકાયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જણાવ્યા અનુસાર, IPLની આગામી સિઝન ભારતમાં જ રમાશે અને તેની શરૂઆત ૨૩ માર્ચથી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ […]

Top Stories Trending Sports

મુંબઈ,

છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની યજમાનીને લઈ અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારે હવે આ અટકળો પર મંગળવારે પૂર્ણવિરામ મુકાયું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જણાવ્યા અનુસાર, IPLની આગામી સિઝન ભારતમાં જ રમાશે અને તેની શરૂઆત ૨૩ માર્ચથી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ IPLનું આયોજન ભારતમાં કરવાને લઈ કાળા વાદળો છવાયા હતા. આ પહેલા પણ દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીને કારણે IPL દેશની બહાર આયોજિત કરવામાં આવી હતી.

BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું, “કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે, આઈપીએલની ૧૨મી સિઝન ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. IPL ૨૦૧૯ ૨૩ માર્ચથી શરુ થશે અને આગળનો કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે”.