સિડની,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિજય મેળવી ભારતીય ટીમે એક ઐતિહાસિક જીત પોતાના નામે કરી છે. આ સાથે જ ભારતે છેલ્લા ૭૧ વર્ષનો દુકાળ સમાપ્ત કર્યો છે અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો હોય એશિયાની પ્રથમ ટીમ બની છે.
ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૧થી વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાની ભારત સહિત દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે આ ઐતિહાસિક પળને ટીમના ખેલાડીઓએ પણ ખાસ રીતે માની હતી.
https://twitter.com/BCCI/status/1082210339662454785
મેચ સમાપ્ત થયા બાદ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓએ સેલેબ્રેશન કર્યું હતું. આ ઉપરાંત ટીમના ખેલાડીઓ જયારે હોટલ પર પહોચ્યા ત્યારે “મેરે દેશ કી ધરતી” ના ગીત પર ઝૂમી ઉઠ્યા હતા.
તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે, કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમના અન્ય ખેલાડીઓ ત્યાં ઉપસ્થિત અન્ય ફેન્સ સાથે કઈ રીતે આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને આ ઐતિહાસિક જીતને ખાસ અંદાજમાં વધાવી રહ્યા છે.
