ગુજરાત,
રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમ્યાન ગીરનાર શિવરાત્રી કુંભ મેળાના ભવ્ય આયોજન માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સીએમ વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે.એટલું જ નહીં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગ થી સ્વચ્છતા ઝુંબેશ કુંડો નદી નાળાની સફાઈ મેરેથોન દોડ પર્વતારોહણ સ્પર્ધા સ્પિરિચ્યુઅલ વોક ના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે.
મુખ્યમંત્રી એ જુનાગઢ ના આ મેળા ને પ્રયાગરાજ માં યોજાતા કુમ્ભમેળા સમકક્ષ મીની કુંભમેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાત ના અધિકારીઓ ની એક ટિમ જાત માહિતી માટે ત્યાં મોકલી હતી.
મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભ મેળાને અનુરૂપ ચિત્રો સુશોભન LED લાઇટ્સ હાઈ માસ્ટ મુકવા માં આવશે.આ મેળાના દિવસો દરમ્યાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેઝર શો ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે.
કુંભ મેળામાં આવનારા મોટી સંખ્યાના સન્તો માટે સંત સંકલન સમિતિ વિશ્વમ્ભર ભારતી બાપુ અને શેરનાથ બાપુ સાથે પરામર્શમાં રહીને રચવાનું પણ બેઠક માં તય થયું હતું.
મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. તેમણે દર વર્ષે મેળામાં યોજાતી રવેડીને બેન્ડ રાસ મંડળીઓ હાથી ઘોડા સાથે વધુ ધામધૂમ પૂર્વક યોજવા વિષયે પણ પ્રેરક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન. અગ્ર સચિવ એમ કે દાસ વન પ્રવાસન શહેરી વિકાસના અગ્ર સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ. જૂનાગઢ મહાપાલિકાના મેયર કમિશનર જીલ્લા કલેક્ટર તેમજ પૂજ્ય વિશ્વમ્ભર ભારતી બાપુ શેરનાથ બાપુ અને અગ્રણીઓ પણ જોડાયા હતા.
