Gujarat News/ વાંસદામાં બિરસમુંડાજીની જન્મજયંતિ નિમિતે, ઇતિહાસમાં સૌથી મોટી રેલી યોજાઇ

વાંસદામાં ધવલભાઈ પટેલની લોકપ્રિયતા જોઈ 2027મા ભાજપનો ધારાસભ્ય આવશે એ નક્કી- કમલેશભાઈ પટેલ મંત્રી

Top Stories Gujarat Others

Gujarat News: વાંસદા ખાતે ગાંધીમેદાનમાં આદિવાસી ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા તાલુકાની જનતાને ભાગ લેવા માટે આહવાન કરવામાં આવતા સાંસદ ધવલભાઈ પટેલની લોકપ્રિયતા અને 108ની ઝડપે કરવામાં આવતી કામગીરીના કારણે વાંસદા તાલુકાના ખૂણે ખૂણે થી વડીલો,યુવાનો અને મહિલાઓ અંદાજે પંચાસ હજારથી વધુની જનમેદની ગાંધી મેદાન ખાતે ઉમટી પડી હતી.

જેમાં સભામંડપમાં બેસવા માટે ખુરશીઓ ઓછી પડતા લોકો રોડ પર ઉભા રહી ધવલભાઈ પટેલનું ઉદબોધન સાંભળ્યું હતું આ જોઈ ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ દ્વારા ધવલભાઈ પટેલની લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી તેમજ આટલી જનમેદની જોઈ મંત્રી દ્વારા ધવલભાઈ પટેલની કામગીરી કરવાની આવડત અને ટૂંકાગાળામાં વાંસદાને ભાજપમય વાતાવરણ ઉભું કરવાને લઈ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું.

વાંસદામાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા પ્રજાના કર્યો કરવા માટે હંમેશા તત્ત્પર રહેતા હોય છે ટૂંકાગાળામાં સાંસદ ધવલભાઈ પટેલના અથાગ પ્રયત્ન અને મહેનત રંગ લાવી છે 2027માં ભાજપનો ધારાસભ્ય વાંસદામાં ચૂંટાસે એ એકસો દસ ટકા નક્કી છે કાર્યક્રમમાં ઉમટેલી જનમેદનીએ ઉપસ્થિત મહાનુભવોના ઉદબોધન બાદ આભાર વિધિ કરવામાં આવી હતી, બાદમાં  બિરસમુંડાજીની જન્મજયંતીની ભવ્ય રેલી ગાંધી મેદાન થી નીકળી હતી. જેમાં ડીજેના તાલ પર સાંસદ ધવલભાઈ પટેલ સાથે હજારોની સંખ્યામાં યુવાનો વડીલો જુમ્યા હતા જેમાં યુવાનો દ્વારા “એક જ ચાલે ધવલ પટેલ જ ચાલે ” ના નારા ગુંજી ઉઠ્યા હતા જેમાં પાંચ વગ્યાથી રેલી નિકળી અને દસ વાગ્યાં સુધી રેલીમાં હજારો લોકો ઝૂમી ઉઠ્યા જતા જેમાં સાંસદ દ્વારા મોડે સુધી રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

વાંસદા તાલુકાના ઇતિહાસમાં પહેલીવાર સાંસદની આટલી હદે લોકપ્રિયતા જોવા મળી હજારોની સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા અને રેલીમાં જોડાયા બેસવાની જગ્યાએ લોકો ખીચોખીચ જેવા માંડ્યા તો અનેક લોકો ઉભા રહી કાર્યક્રમ નિહાળ્યો ધવલભાઈ દ્વારા લોકોના પ્રશ્નોનું ખૂબ ઝડપથી નિરાકરણ કરવાને લઈ પ્રજા ધવલભાઈ પટેલની સાથે મક્કમતાથી  ઉભા રહેવાનું નક્કી કર્યું હોય જેને લઈ સાંસદ આવે એટલે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે-સોમાભાઈ પટેલ સ્થાનિક અગ્રણી

 ગાંધીમેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં લોકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો અને રેલીમાં પણ ઉમટેલું માનવમહેરામણ જોઈ લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ જોઈ ભાવવિભોર થયો છું જે બદલ હું મારા આદિવાસી વિસ્તારના લોકોનો ઋણી છુ – ધવલભાઈ પટેલ સાંસદ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચોમાસા પછી પણ ખાડાઓનું સમારકામ અધૂરું, ભાઈપુરા-હાટકેશ્વરમાં લોકો પરેશાન

આ પણ વાંચો:ગીર સોમનાથના એસટી બસ સ્ટેન્ડ પર સિંહોનો એક ઝુંડ આવ્યું, વિડિયો જુઓ

આ પણ વાંચો:ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસની તકલીફ: દરરોજ 300 કેસ, અમદાવાદમાં AQI ખરાબ