અમદાવાદ
જયંતિ ભાનુશાળીની હત્યા મામલે એસઆઇટી અને એજન્સીઓમાં અંદરો અંદર ખેંચતાણ થઈ રહી છે. ડિટેક્શનને લઈને અંદરોઅંદર ઇર્ષ્યાની ભાવના જાગી છે. એસઆઇટીની નિવેદન લેવા સિવાયની કોઈ કામગીરી કરી નથી.
અધિકારીઓનો આરોપીઓ બાબતે નનૈયો ભણી રહ્યાં છે. આરોપી બાબતે એક બીજાને અધિકારીઓ ખો આપી રહ્યા છે, રાજકીય ઈશારે હત્યા થતા પોલીસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે.જયંતી ભાનુશાળી હત્યાકેસમાં બે શૂટર્સ સિવાય અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી છે
અત્યાર સુધીમાં કુલ પાંચ શંકમંદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાનુશાળી પરિવારે રેલવે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે.પરિવારે પોતાના પર હુમલાની ભીતિ હોવાી પોલીસ સુરક્ષાની માંગણી કરી છે.
