Not Set/ રાજકુમાર હિરાણી પર યુવતીએ જાતીય શોષણનો કર્યો આક્ષેપ, સંજુ ફિલ્મ સમય પર થયું શોષણ

મુંબઇ, મહિલાઓના જાતીય શોષણ સામે ચાલી રહેલી #MeToo અભિયાન હેઠળ બોલિવુડમાં અનેક હિરોઇનો અને મોડેલોએ પોતાનું જાતીય શોષણ થયું હોવાની ફરિયાદ કરી છે.હવે મીટુ અભિયાન હેઠળ સેલિબ્રિટી ડાયરેકટરો પર પણ યુવતીઓ આરોપો મૂકી રહી છે. સંજુ’, ‘પીકે’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘થ્રી ઈડિયટ્સ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડિરેકટર રાજકુમાર હિરાણી પણ #Metooની ઝપેટમાં આવી ગયા છે. રાજકુમાર […]

Top Stories Trending Entertainment
મુંબઇ,
મહિલાઓના જાતીય શોષણ સામે ચાલી રહેલી #MeToo અભિયાન હેઠળ બોલિવુડમાં અનેક હિરોઇનો અને મોડેલોએ પોતાનું જાતીય શોષણ થયું હોવાની ફરિયાદ કરી છે.હવે મીટુ અભિયાન હેઠળ સેલિબ્રિટી ડાયરેકટરો પર પણ યુવતીઓ આરોપો મૂકી રહી છે.
સંજુ’, ‘પીકે’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘થ્રી ઈડિયટ્સ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડિરેકટર રાજકુમાર હિરાણી પણ #Metooની ઝપેટમાં આવી ગયા છે.
રાજકુમાર પર ‘સંજુ’ ફિલ્મમાં તેની આસિસ્ટન્ટ રહી ચૂકેલી યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આસિસ્ટન્ટ ડિરેક્ટર યુવતિના કહેવા પ્રમાણે ફિલ્મ ‘સંજુ’ના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન રાજકુમાર હિરાણી દ્વારા તેનું શોષણ કરવામાં આવ્યું હતું.
પીડિતાના આરોપ પ્રમાણે છ મહિના સુધી ઘર તથા ઓફિસમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે જો તે સમયે કંઈક બોલત તો તેની નોકરી જતી રહેત.
પીડિતાએ કહ્યું હતું કે તે સમયે તેના માટે નોકરી બચાવવી જરૂરી હતી. જો તે અધવચ્ચે ફિલ્મ છોડી દેત તો રાજકુમાર હિરાણી તેને ઈન્ડસ્ટ્રીમાં બદનામ કરી નાખત.પીડિતાએ ફિલ્મના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાને પોતાના શોષણની ફરિયાદ કરતો ઈમેલ કર્યો હતો.જો કે રાજકુમાર હીરાણીએ યુવતીના આરોપો નકાર્યા છે પરંતુ તેની ભારે અસર પડી હોય તેવું લાગે છે.
આ વિવાદ જાહેર થયા પછી વિધુ વિનોદ ચોપરાએ રાજકુમાર હિરાણી સાથેના સંબંધોનો અંત લાવવાનો હાલ પુરતો નિર્ણય કર્યો છે. વિધુ વિનોદ તથા રાજકુમારે ‘એક લડકી કો દેખા તો એસા લગા’ ફિલ્મ બનાવી છે. જોકે, પોસ્ટરમાંથી રાજકુમાર હિરાણીનું નામ કાઢી નાખવામાં આવ્યું છે.
વિધુ વિનોદ ચોપરાની પત્ની અનુપમા ચોપરાએ કહ્યું હતું કે તે પીડિતાની સાથે છે. પીડિતા તેમના ઘરે બે રાત રોકાઈ હતી. તેણે અને તેના પતિ વિધુએ પીડિતાને શક્ય તેટલી તમામ મદદ કરવાનું વચન આપ્યું છે.