પ્રયાગરાજ,
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત એવા કુંભમેળાના પહેલા શાહી સ્નાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ પહેલા જ એક મોટી ઘટના સામે આવી છે.
સોમવારે સવારે કુંભમેળામાં બનાવવામાં આવેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે ગણતરીની મિનિટમાં જ એક ડજન જેટલા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી.
Prayagraj: Fire breaks out at a camp of Digambar Akhada at #KumbhMela pic.twitter.com/yq0yO7jr4i
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2019
બીજી બાજુ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
#WATCH Fire fighting operations underway at a camp of Digambar Akhada at #KumbhMela in Prayagraj after a cylinder blast. No loss of life or injuries reported. pic.twitter.com/qcbh8IPl5Y
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2019
સુત્રોના જણાવ્યા મુજબ, આ આગ ગેસ સિલીન્ડરમાં થયેલા બ્લાસ્ટના કારણે લાગી છે, પરંતુ આ વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય ચકે,૧૫ જાન્યુઆરી મંગળવારથી કુંભમેળાની શરૂઆત થઇ રહી છે અને કુંભનું પ્રથમ સ્નાન પણ યોજવાનું છે. જેમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેવાના છે.
