Not Set/ ન્યુઝીલેન્ડમાં પણ ધમાકો કરવા ધોની તૈયાર, તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ

ઓકલેન્ડ, ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ સમાપ્ત થયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને પાંચ મેચની શ્રેણી રમવાની છે, ત્યારે હવે આ સિરીઝમાં પણ એમ એસ ધોની ધમાકો કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં “મેન ઓફ ધ સિરીઝ” રહેલા ભારતના વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોની હવે […]

Trending Sports

ઓકલેન્ડ,

ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ સમાપ્ત થયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને પાંચ મેચની શ્રેણી રમવાની છે, ત્યારે હવે આ સિરીઝમાં પણ એમ એસ ધોની ધમાકો કરવા માટે તૈયાર છે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં “મેન ઓફ ધ સિરીઝ” રહેલા ભારતના વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોની હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પોતાનું આ ફોર્મ જાળવી રાખે છે તો તેઓ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી શકે છે.

dhoni and sachin के लिए इमेज परिणाम

હકીકતમાં, સચિન તેંડુલકરના નામે ન્યુઝીલેન્ડની ધરતી અત્યારસુધીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેઓએ ૧૮ ઇનિંગ્સમાં ૬૫૨ રન બનાવ્યા છે, જયારે ધોનીએ ૯ મેચમાં ૭૬ના એવરેજથી ૪૫૬ રન બનાવ્યા છે.

આ સાથે જ હવે ધોની પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવાનો મૌકો છે. ધોની જો આ સિરીઝમાં વધુ ૧૯૭ રન બનાવી લે છે તો તેઓ ન્યુઝીલેન્ડમાં બંને દેશો તરફથી સૌથી રન બનાવનાર બેટ્સમેન બની જશે.

ન્યુઝીલેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન :

૧. સચિન તેંડુલકર : ૧૮ ઇનિંગ્સ, ૬૫૨ રન

૨. વીરેન્દ્ર સહવાગ : ૧૨ ઇનિંગ્સ, ૫૯૮ રન

૩. એમ એસ ધોની : ૯ ઇનિંગ્સ, ૪૫૬ રન

૪. રાહુલ દ્રવિડ : ૧૨ ઇનિંગ્સ, ૪૨૫ રન

૫. રોસ ટેલર : ૯ ઇનિંગ્સ, ૪૧૪ રન