Not Set/ લોકસભાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસમાં શરૂ થઈ જૂથબંધી

અમદાવાદ, લોકસભાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસમાં જૂથબંધી ફરી એક વખત શરૂ થઇ છે. પૂર્વની લોકસભાની બેઠક માટે બબાલ અત્યારથી શરૂ થઇ ગઇ છે. ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એએમસીના વિપક્ષી નેતા દિનેશ શર્માના નામની તરફેણ કરી છે. રાજશ્રી કેસરીએ સોશ્યલ મિડીયામાં લખ્યું છે કે, દિનેશ શર્માને હું શ્રેષ્ઠ ઉમેદવાર માનું છું. તો બીજી તરફ પૂર્વ […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

લોકસભાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસમાં જૂથબંધી ફરી એક વખત શરૂ થઇ છે. પૂર્વની લોકસભાની બેઠક માટે બબાલ અત્યારથી શરૂ થઇ ગઇ છે.

ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એએમસીના વિપક્ષી નેતા દિનેશ શર્માના નામની તરફેણ કરી છે. રાજશ્રી કેસરીએ સોશ્યલ મિડીયામાં લખ્યું છે કે, દિનેશ શર્માને હું શ્રેષ્ઠ ઉમેદવાર માનું છું.

તો બીજી તરફ પૂર્વ બેઠક માટે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ ટિકીટ લેવા માટે મેદાને ઉતર્યા છે. જેથી આ બન્ને વચ્ચે હવે બીજી વખત યુદ્ઘ જામ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિધાનસભાની ચૂંટણી ટાળે પણ હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે ધમાસણ સર્જાયું હતું. ત્યારે આ ફરી એક વખત યુદ્ઘ જામવાના એંધાણને કારણે કોંગ્રેસ પૂર્વની લોકસભા બેઠક ગુમાવે તો તેમાં કોઇ નવાઇ નહીં.