Not Set/ રાખી સાવંતે પીએમ નરેન્દ્ર મોદીને આ શું કહી દીધું..

મુંબઇ, બોલિવૂડની કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત તેના દીપક કલાલ સાથેના લગ્નને લઈને થોડા દિવસ પહેલા ચર્ચામાં રહી. પરંતુ હવે બુધવારે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડીયો અપલોડ કર્યો છે જેના પછી તેની ચર્ચા દેશના રાજકીય ગલીઓમાં થવા લાગી છે. થયું એવું કે રાખીએ સોશિઅલ મીડિયા પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતો વીડીયો અપલોડ કર્યો […]

Entertainment Videos

મુંબઇ,

બોલિવૂડની કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત તેના દીપક કલાલ સાથેના લગ્નને લઈને થોડા દિવસ પહેલા ચર્ચામાં રહી. પરંતુ હવે બુધવારે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડીયો અપલોડ કર્યો છે જેના પછી તેની ચર્ચા દેશના રાજકીય ગલીઓમાં થવા લાગી છે. થયું એવું કે રાખીએ સોશિઅલ મીડિયા પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતો વીડીયો અપલોડ કર્યો છે.

કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે  તેના ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા કહ્યું કે આ દેશના નાગરિક હોવાથી હું કહેવા માંગું છું કે તમે જે આજકાલ બોલિવૂડ સ્ટાર્સને મળી રહ્યા છો. તેવું ન કરવું જોઈએ.આ લોકો તમને ક્યારેય ચૂંટણી જીતવામાં મદદ નહી કરે.  રાખીએ કહ્યું કે તેમનાથી તમે ચુંટણી જીતશો નહિ, જો તમારે આગામી ચૂંટણી જીતવી હોય, તો તમે ગરીબોને મળો, ખેડૂતોને મળો.

https://www.instagram.com/p/Bs91jRNhQAj/?utm_source=ig_embed

રાખીએ કહ્યું કે જો તમે ગરીબોને મળશો તો તમે તમારી ચૂંટણી જીતી શકો છો. આ અમીર લોકો અને બોલિવૂડના લોકો તમને ચૂંટણી જીતવામાં મદદ કરી શકશે નહીં