Not Set/ હળવદ:શહેર અને તાલુકાના લોકો માટે ખુશીના સમાચાર,હળવદ રેલ્વે સ્ટેશને ભુજ-પુના ટ્રેનને કાયમી સ્ટોપ અપાયો

મોરબી, હળવદ શહેર અને તાલુકાના લોકોને વધુ એક લાંબા અંતરની ટ્રેનનો લાભ આજથી મળી રહેશે જેમાં આજે હળવદ રેલવે સ્ટેશન ખાતે ભુજ – પુના ટ્રેનને કાયમી સ્ટોપ અપાયો છે. ત્યારે આજે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થવાથી રેલવેના અધિકારીઓ તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા આવકારમાં આવી હતી. સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ […]

Top Stories Gujarat Others

મોરબી,

હળવદ શહેર અને તાલુકાના લોકોને વધુ એક લાંબા અંતરની ટ્રેનનો લાભ આજથી મળી રહેશે જેમાં આજે હળવદ રેલવે સ્ટેશન ખાતે ભુજ – પુના ટ્રેનને કાયમી સ્ટોપ અપાયો છે.

ત્યારે આજે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થવાથી રેલવેના અધિકારીઓ તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા આવકારમાં આવી હતી. સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ તેમજ શહેર ભાજપની ટીમના પ્રયત્નો થકી હળવદ રેલવે સ્ટેશન ખાતે આજે ભુજ -પુના ટ્રેનને કાયમી સ્ટોપ મળ્યો છે.

લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ મળતા શહેર અને ગ્રામ્ય લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આજે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થતા તેને આવકારવા હળવદ શહેરના વેપારીઓ, સામાજિક, ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.