Not Set/ ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો ડોકટર પર ગંભીર આક્ષેપ

કચ્છ, કચ્છના અંજારમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલના ડોકટરની બેદરાકરી સામે આવી  છે. ડોકટરની બેદરકારીને કારણે એક દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવી કાઢ્યો હતો. આશીર્વાદ હોસ્પિટલમાં એક દર્દીનું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પેશન્ટને અચાનક પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરને જાણ કરાઈ હતી. તે સમયે ડોકટરે જણાવ્યું કે ,સામાન્ય દુખાવો ઉપડે પણ વધુ દુખાવો […]

Top Stories Gujarat Others

કચ્છ,

કચ્છના અંજારમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલના ડોકટરની બેદરાકરી સામે આવી  છે. ડોકટરની બેદરકારીને કારણે એક દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવી કાઢ્યો હતો.

આશીર્વાદ હોસ્પિટલમાં એક દર્દીનું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પેશન્ટને અચાનક પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરને જાણ કરાઈ હતી.

તે સમયે ડોકટરે જણાવ્યું કે ,સામાન્ય દુખાવો ઉપડે પણ વધુ દુખાવો થતા ફરીથી ડોકટરને જાણ કરતા ડોક્ટરની સૂચનાથી કમ્પાઉન્ડરે દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું. જો કે બાદમાં દર્દીનું મોત થયું હતું. જેને પગલે ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.

મોટી સંખ્યામા મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને હોબાળો મચાવી કાઢ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.