Not Set/ મોદી સરકારનું આ આખરી જુમલા બજેટ છે : રાહુલ ગાંધી

દિલ્હી, લોકસભા ચૂંટણી પહેલા લોકોને આકર્ષવા મોદી સરકારના બજેટમાં અનેક નવા વાયદા અને નવી યોજના છે, જેમાં ખેડૂતો માટે પણ તેમને મહત્વની જાહેરાતો કરી છે, તેમને એક ખેડૂતને વર્ષે 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે એટલે કે એક દિવસના માત્ર 17 રૂપિયા, તેની સામે નારાજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધ્યું છે, બજેટને અંતિમ જુમલા બજેટ ગણાવ્યું […]

Top Stories Trending

દિલ્હી,

લોકસભા ચૂંટણી પહેલા લોકોને આકર્ષવા મોદી સરકારના બજેટમાં અનેક નવા વાયદા અને નવી યોજના છે, જેમાં ખેડૂતો માટે પણ તેમને મહત્વની જાહેરાતો કરી છે, તેમને એક ખેડૂતને વર્ષે 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે એટલે કે એક દિવસના માત્ર 17 રૂપિયા, તેની સામે નારાજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધ્યું છે, બજેટને અંતિમ જુમલા બજેટ ગણાવ્યું છે અને તેમણે ટ્વીટ કરતાં કહ્યું કે ‘ડિયર નમો, તમારી અક્ષમતા અને અહંકારના 5 વર્ષો એ અમારા ખેડૂતોની જિંદગી બર્બાદ કરી દીધી છે, તેમને દરરોજ 17 રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે ખેડૂતોની બેઇજ્જતી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં જણાવ્યું કે પ્રિય નરેન્દ્ર મોદીજી, આપની પાંચ વર્ષોની અક્ષમતા અને અહંકારે આપણાં ખેડુતોની જીવન બરબાદ કર્યું છે.તેમને રોજના 17 રૂપિયા આપવા એ દરેક એ ચીજનું અપમાન છે જેના માટે ખેડુતો અડીખમ છે અને કામ કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં હેશટેગ #AakhriJumlaBudget નો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બજેટમાં દેશના 12 કરોડ ખેડુતોને સીધો ફાયદો પહોંચાડવા માટે તેમના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા આપવાનું એલાન કર્યું છે. બે હેક્ટર જમીન ધરાવતા ખેડુતના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવનાર છે. આશરે ૧૨ કરોડ ખેડુત પરિવારને આના કારણે ફાયદો થશે.ખેડુતોને 2000ના ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવાશે. આ યોજના ડિસેમ્બર 2018થી લાગુ થશે.