Not Set/ રાજકોટ વોર્ડનંબર 18માં પડતર માંગણીઓને અભાવ, ભાજપ અને સીએમ રૂપાણીના વિરોધમાં કર્યા પ્રહારો

રાજકોટ, રાજકોટ વોર્ડ નંબર 18ના રહેવાસીઓ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમજ ભાજપ વિરોધી અને રાજ્યના સીએમના વિરોધમાં હાય હાયના નારા લગાવ્યા હતા. વોર્ડ નંબર 18માં પાણીની સમસ્યા તો છે સાથો સાથ રોડ રસ્તાની સમસ્યા. ગટરના પાણીનો નિકાલ કરવામાં આવતો નથી તેવી અનેક સમસ્યાને લઇને લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રોગચાળોએ […]

Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટ વોર્ડ નંબર 18ના રહેવાસીઓ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમજ ભાજપ વિરોધી અને રાજ્યના સીએમના વિરોધમાં હાય હાયના નારા લગાવ્યા હતા. વોર્ડ નંબર 18માં પાણીની સમસ્યા તો છે સાથો સાથ રોડ રસ્તાની સમસ્યા. ગટરના પાણીનો નિકાલ કરવામાં આવતો નથી તેવી અનેક સમસ્યાને લઇને લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હાલ રોગચાળોએ માથુ ઉંચક્યું છે તેવામાં વોર્ડ નંબર 18માં ગંદકીને કારણે લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે મંતવ્ય ન્યૂઝે આ ઘટનાનું રિયાલિટી ચેક કર્યું ત્યારે સ્થાનિકોએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર મન ભરીને આક્ષેપો કર્યા હતા અને નેતાઓ માત્ર વોટ માંગવા આવે છે કામ કરવા નહીં.