Not Set/ ભાવનગર નેશનલ હાઇવે ખાડામાર્ગમાં ફેરવાયો,તંત્ર એક વાર રોડ પર આંટો મારી આવે તો કદાચ પેટનું પાણી હલે

ગીર સોમનાથ, ગીર સોમનાથમાં આવેલ ભાવનગર નેશનલ હાઇવેની હાલત બિસ્માર બની ગઇ છે. નેશનલ હાઇવે ખાડામાર્ગમાં ફેરવાયો છે. સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતા ધારાસભ્ય અને જીલ્લા કલેકટરને પણ ગાંઠતા નથી. બિસ્માર હાઇવેના કારણે સ્થાનિકો સહિત ટુરિસ્ટો, રોડ નજીક આવેલી જમીન ધરાવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવ મંદિર, સાસણ […]

Top Stories Gujarat Others Videos

ગીર સોમનાથ,

ગીર સોમનાથમાં આવેલ ભાવનગર નેશનલ હાઇવેની હાલત બિસ્માર બની ગઇ છે. નેશનલ હાઇવે ખાડામાર્ગમાં ફેરવાયો છે. સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતા ધારાસભ્ય અને જીલ્લા કલેકટરને પણ ગાંઠતા નથી. બિસ્માર હાઇવેના કારણે સ્થાનિકો સહિત ટુરિસ્ટો, રોડ નજીક આવેલી જમીન ધરાવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવ મંદિર, સાસણ ગીર અને દીવ ટુરિઝમના હબ ગણવામાં આવે છે. જેમાં પ્રવાસન વિભાગ દ્વારા મહાનાયક અમીતાભ બચ્ચનની એડ કુછ દીન તો ગુજારો ગુજરાત મે થી પ્રભાવિત થઇ દેશ વિદેશના લાખો પ્રવાસીઓ ગુજરાતમાં આવી રહ્યા છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓ ખખડઘજ નેશનલ હાઇવેથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

દ્રશ્યોમાં દેખાઈ રહેલો આ રોડ છે સોમનાથથી ઉના સુધી ૯૦ કી.મીના રોડ ના છે ગ્રામ્ય વિસ્તારના ગાડા માર્ગને પણ સારો કહેડાવે તેવી સ્થિતી સર્જાઇ છે. રસ્તા મુદ્દે અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે પ્રજા અને પ્રવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર કયારે જાગે છે તે જોવું રહયું.