કુલગામ,
કાશ્મીરમાં ચાલી રહેલી ભારે બરફવર્ષા વચ્ચે સેનાએ ધમધમાટ બોલાવીને આંતકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આર્મીના જવાનોએ રવિવારના રોજ એક મોટા ઓપરેશનમાં પાંચ આતંકીઓને ઠાર માર્યા છે.
સવારે પાંચ વાગ્યાની આસપાસ કુલગામના કેલામ દેવસર વિસ્તારમાં શરૂ થયેલ ઓપરેશનના 6 કલાક વીત્યા બાદ સેના એ અહીંના બે ઘરોને ઉડાવી દીધા.આ મકાનમાં 5 આતંકીઓ છુપાયા હતા.આર્મીને ઇનપુટ મળ્યા પછી તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.જે મકાનમાં આંતકવાદીઓ સતાયાં હતા તે મકાન જ આર્મીએ ઉડાવી દેતા મકાનની અંદર છુપાયેલા 5 આતંકી સ્થળ પર જ મરી ગયા.
ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ દરમ્યાન સેનાને અહીં તમામ આતંકીઓના મૃતદેહની સાથે મોટી માત્રામાં દારૂગોળો અને બીજો સામાન મળ્યો છે.
સ્થાનિક સૂત્રોના મતે મૃતક આતંકીઓમાં એક મોસ્ટ વોન્ટેડ કમાન્ડર પણ સામેલ હોઇ શકે છે, જો કે સેના કે પોલીસે તેને લઇ હજુ કોઇ માહિતી આપી નથી.8 કલાકથી વધુ સમયે ચાલેલ અથડામણમાં સેના એ એ તમામ આતંકીઓને ઠાર કર્યા છે.
મૃત્યુ પામેલા આતંકીઓની પાસેથી સુરક્ષાબળોએ મોટી માત્રામાં હથિયાર, દારૂગોળો અને અન્ય સામાન જપ્ત કર્યો છે.
