Not Set/ શબાના આઝમીને થયો સ્વાઇન ફ્લુ, હોસ્પિટલમાં એડમિટ થવા પર બોલી- આ મારા માટે બ્રેક સમાન છે

મુંબઈ, બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શબાના આઝમી સ્વાઈન ફ્લૂના ચપેટામાં આવી ગઈ છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસને રુટિન ચેકઅપ દરમિયાન થયો. અહેવાલ મુજબ, શબાના, સર્દી થવાના કારણે  તેનો ચેકઅપ કરાવા ગઈ હતી. ત્યાં જ તેને સ્વાઈન ફ્લૂ થવાની જાણ થઇ હતી. તેને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી છે. હોસ્પિટલમાં એડમિટ થવાને લઈને શબાના […]

Uncategorized

મુંબઈ,

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શબાના આઝમી સ્વાઈન ફ્લૂના ચપેટામાં આવી ગઈ છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસને રુટિન ચેકઅપ દરમિયાન થયો. અહેવાલ મુજબ, શબાના, સર્દી થવાના કારણે  તેનો ચેકઅપ કરાવા ગઈ હતી. ત્યાં જ તેને સ્વાઈન ફ્લૂ થવાની જાણ થઇ હતી. તેને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી છે.

હોસ્પિટલમાં એડમિટ થવાને લઈને શબાના આઝમીએ કહ્યું, “મને બહુ મુશ્કિલથી જ સમય મળે છે. હોસ્પિટલમાં એડમિટ થવું મારા માટે બ્રેક લેવા જેવું છે. હું હોસ્પિટલમાં એડમિટ છું અને મારા આરોગ્યમાં ઝડપી સુધારો થાય છે. ” શબાના અઝમી જાણીતા શાયર કેફી અઝમીની દીકરી છે. તેમના પતિ જાવેદ અખ્તર જાણીતા શાયર છે

શબાના આઝમીના વર્કફ્રેન્ટ પર ધ્યાન આપીએ તો, શબાના ફિલ્મી પડદા પર ‘ધ બ્લેક પ્રિન્સ’ માં વર્ષ 2017 જોવા મળી હતી. આ ફિલ્મ પંજાબી, અંગ્રેજી અને હિન્દી આ ત્રણ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. શબાના સોશિઅલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. છેલ્લા ઘણા દિવસોમાં શબાના તેના પિતા કેફી આઝમી સથે જોડાયેલ ઘણી ઇવેન્ટમાં જોવા મળી છે.