અમદાવાદ
સામાન્ય રીતે મંગળવારે ગણપતિનું પૂજન અને ઉપવાસ થતા હોય છે જોકે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે મંગળવારે પવનપુત્ર હનુમાનજીનું પૂજન –અર્ચન કરવાથી પણ જીવનમાં તમામ કાર્યોમાં સફળતા મળે છે. મંગળવાર અને શનિવારે પણ હનુમાનજીની પૂજાનું પણ આગવું મહત્વ છે. મંગળવાર તથા શનિવારે કરવામાં આવેલી હનુમાનજીની પૂજાનું વિશેષ ફળ મળે છે. જો તમે હનુમાનજીને રિઝવવા માંગો છો તો શનિવારની સાથે સાથે મંગળવારે પણ આ ઉપાય અચૂક કરો.
નાણાકીય અવરોધમાંથી બચવા માટે પણ મંગળવારે તથા શનિવારે બ્રાહ્મ મુર્હુત એટલે કે 4 વાગ્યે ઉઠીને નિત્ય કર્મોથી પરવારી, સ્નાન કરીને પીપળાના વૃક્ષના તાજા પાન તોડી તેને હનુમાનજીએ ચઢાવવા જોઈએ.
તમને લાગે છે કે તમે પૂરતી મહેનત કરો છો છતાં નાણાકીય ખેંચ રહે છે અને તમને મહેનત પ્રમાણેના નાણા મળતા નથી તો મંગળવારે રાત્રે હનુમાનના મંદિરમા જઈ તેમની સમક્ષ કોડિયું મૂકીને તેમાં ચારે બાજુ વાટ મૂકીને દીવો પ્રગટાવવો જોઈએ અને 4 લવિંગ હનુમાનજીને ચઢાવવા જોઈએ.
મંગળવારે હનુમાનજીના મંદિર જઈ નાળિયેરને 7 વાર મસ્તકે અડાડવું જોઈએ અને ત્યાર બાદ હુમાન ચાલીસાનો જાપ કરીને એ નાળિયેર હનુમાનજી સમક્ષ વધેરી દેવુ જેનાથી અંતરાયો દૂર થાય છે.
તમારા કામમાં અડચણો આવી રહી છે તો નાળિયેર ઉપર શ્રી રામ લખીને આ રીતે હાર બનાવી હનુમાનજીને અર્પણ કરવો જોઈએ.
મંગળવારે સવારે પીપળાનું પાન તોડી અને તેની પર કુમકુમથી શ્રી રામ લખવું ત્યાર બાદ આ પ્રમાણે એક એક પર્ણ પર શ્રી રામ લખીને તે પાંદડાનો હાર બનાવીને હનુમાનજીને અર્પણ કરી દેવો.
