Not Set/ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ST સ્ટેન્ડે કર્મચારીઓ સાથે કરી મુલાકાત,CM રૂપાણી,નીતિન પટેલ હાય…હાય ના લાગ્યા નારા

અમદાવાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમદાવાદ એસટી નિગમ એટલે કે ગીતા મંદિર ખાતે મુલાકાત લીધી હતી. તેમાં સરકાર પર વાત કરતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જેટલા બી જગ્યાએ ઉત્સવ ના નામે મેળાઓ અને જે દાવો કરવામાં આવે છે. તેમાં જે બસો મંગાવવામાં આવે છે તેના ગુજરાત સરકાર જોડેથી એસટી નિગમને 1100 કરોડ રૂપિયા લેવાના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમદાવાદ એસટી નિગમ એટલે કે ગીતા મંદિર ખાતે મુલાકાત લીધી હતી. તેમાં સરકાર પર વાત કરતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જેટલા બી જગ્યાએ ઉત્સવ ના નામે મેળાઓ અને જે દાવો કરવામાં આવે છે.

તેમાં જે બસો મંગાવવામાં આવે છે તેના ગુજરાત સરકાર જોડેથી એસટી નિગમને 1100 કરોડ રૂપિયા લેવાના નીકળે છે તે ગુજરાત સરકાર આપી દેતો એસ.ટી.નિગમ આપોઆપ નફામાં આવી જશે.

કોંગ્રેસ પક્ષ તરફથી તેમણે કહ્યું હતું કે અમે જેટલા અધિકારીઓ જોડે સરકાર દ્વારા દબાવવામાં આવે છે. તેમની જોડે કોંગ્રેસ પક્ષ હર હંમેશા ઉભો જ રહેશે અને કર્મચારીઓ દ્વારા વિજય રૂપાણી નીતિન પટેલ હાય હાય અને પરેશ દાણી જિંદાબાદ જેવા નારા પણ લાગ્યા હતા.

કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ શિક્ષકો સાથે કોંગ્રેસનાં સમર્થનની વાત કહી દીધી છે. પરેશ ધાનાણીએ શિક્ષકોના સૂરમાં સૂર પુરાવ્યો છે, તેઓ આંદોલનમાં પણ જોડાયા છે.

વિરોધપક્ષના નેતા ધાનાણી અને કોંગી ધારાસભ્યોએ શિક્ષકોની વાત સાંભળી પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આ શિક્ષકો પોતાનાં અધિકારની માંગણી સરકાર સામે કરવા આવ્યાં છે ત્યારે આ આંધળી, ગૂંગી અને બહેરી સરકાર વર્ષોથી કર્મચારીઓનું શોષણ કરી રહી છે.