વડોદરા,
વડોદરા જિલ્લામાં ચાલતું વેસ્ટ નિકાલના રેકેટમાં જીપીસીબીનો ભૂતપૂર્વ કર્મચારી ખેતરમાં ડમ્પ કરતા ઝડપાયો છે. છેલ્લા ઘણા સમય પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પોતાનો ખર્ચ બચાવવા શોર્ટ કટ અપનાવી વેસ્ટનો નિકાલ કરી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં ગેરકાયદે વેસ્ટ નિકાલનું મોટું રેકેટ ધમધમી રહ્યું છે.તેની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળને મળતા તમામ માહિતી ભેગી કરી ટીમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાની ભદોલ ગામના એક ખેતર ખાતે તપાસ અર્થે પહોંચી હતી.ત્યાં એક આઇસર ટેમ્પો ગેરકાયદે વેસ્ટ ભરેલ બેરલ ખાલી કરતા ઝડપાયો છે.
આપને કન્વી દઈએ કે જયારે પૂછપરછ કરવામાં અવી ત્યારે તેણે ટૂંડાવ-અંજુસર રોડ ખાતે આવેલ સચ્ચિદાનંદ મિનરલ કંપની કે જે સોલ્વન્ટ રિકવરીની પ્રોસેસ કરે છે તેનું નામ આવતા ટેમ્પો કંપની ખાતે લઈ ગયા હતા.જીપીસીબીની ટિમ દ્વારા હાલ વિવિધ સેમ્પલો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
ટેમ્પો ચાલકે વેસ્ટના બેરલો ગેરકાયદે નિકાલ કર્યા હતા તે સ્થળે ખૂબ મોટી સંખ્યામાં જમીન પર વેસ્ટ નિકાલ કર્યાનું નજરે પડ્યું હતું. આજ રોજ જીપીસીબી ના અધિકારી માર્ગી બેન અને તેમની ટિમ ઘટના સ્થળે પોહચી તેઓ પણ મોટી માત્રામાં ગેરકાયદેસરના ડમ્પ કરાયેલ કેમિકલ વેસ્ટ જોય આશ્રયચકિત થયા હતા અને જમીન મલિક શ્રી રમેશભાઈ દેવજી ભાઈ પરમાર ની ઉલટ તપાસ કરતા તેઓ જીપીસીબીના પૂર્વ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. જીપીસીબી ની ટિમ દ્વારા હાલ વિવિધ સેમ્પલો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
ભૂતપૂર્વ કર્મચારીએ કમ્પનીઓ નિકાલ માં સાથ આપનારા વ્યક્તિઓ વેપારીઓ ના નામો સહિત ની માહિતી જીપીસીબી ને આપી હતી જે આધારે જીપીસીબી વડોદરા વધારે તપાસ કરી રહી છે
વડોદરા જીપીસીબીની ટીમ સચ્ચિદાનંદ મિનરલ કંપની, ટૂંડાવ, તા. સાવલી ખાતે તપાસ અર્થે પહોંચી.રીકવરી સોલ્વન્ટની પ્રોસેસ કરે છે આ કંપની હાલ બંધ હાલત છે.
