ડૈનડોંગ,
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાંગ ઉન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની બીજી શિખર બેઠક યોજવા માટે આજે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમની ખાસ હથિયારો સાથે સજ્જ ટ્રેન મારફતે હનોઇ જવા રવાના થયા હતા.
કિમ જોંગ વિયેટનામ થઇને 60 કલાકે મીટીંગના સ્થળ હનોઇ પહોંચશે.કિમ જોંગ પ્યોંગયોગથી વિયેટનામના ડોંગ ડેંગ સ્ટેશને પહોંચશે અને ત્યાંથી મોટરમાર્ગે હનોઇ પહોંચશે.
ટ્રમ્પ અને કિમ જાંગ વચ્ચે થનારી આ વાતચીત પર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોને ધ્યાનમાં લઇને પણ આ વાતચીત ઉપયોગી દેખાઇ રહી છે. વિયેતનામના પાટનગર હનોઇ સુધીની યાત્રા કિમ પોતાના ખાસ લોકોની સાથે ટ્રેન મારફતે કરી રહ્યા છે.
2700 કિલોમીટરની આ યાત્રા વેળા તેમની ટ્રેન ચીન થઇને પણ પસાર થનાર છે. ચીનથી વિયતનામ સુધીની યાત્રા પૂર્ણ કરવામાં તેમને બે દિવસથી વધુનો સમય લાગી શકે છે. મિડિયા રિપોર્ટ મુજબ કિંમ ગુરૂવારે મંત્રણાના સ્થળ હનોઇ પહોચશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉનની વચ્ચે ૨૭-૨૮મી ફેબ્રુઆરીના દિવસે બેઠક યોજાનાર છે. આને કવર કરવા માટે ઓછામાં ઓછા 2600 વિદેશી પત્રકારો નોંધણી કરાવી ચુક્યા છે. વિયેતનામના એક મંત્રી દ્વારા આજે આ અંગેની જાહેરાત કરી હતી. વિયેતનામ આ બાબતને લઇને ચિંતિત છે કે, એમને વાતચીત કરવા માટે ઓછો સમય મળ્યો છે. વિયેતનામના નાયબ વિદેશમંત્રીએ કહ્યું છે કે, ટ્રમ્પ દ્વારા વિયેતનામના પાટનગર હનોઇને શિખર બેઠકના સ્થળ તરીકે જાહેર કર્યા બાદ આ સ્થળને મંજુરી મળવા માટે 20 દિવસનો ગાળો રહ્યો છે.
અગાઉ અમેરિકા અને ઉત્તર કોરિયા ઉપરની બેઠક સિંગાપોરમાં યોજાઈ હતી.આના માટે બે મહિનાનો સમય તૈયારીમાં લાગી ગયો હતો. વિયેતનામમાં આ બેઠકને લઇને તૈયારી ચાલી રહી છે. કોરિયન પ્રમુખની ટ્રેનમાં તમામ પ્રકારની આધુનિક સુવિધા રહેલી છે. તેમાં હથિયારો પણ તમામ પ્રકારના રહેલા છે.
