Not Set/ PM મોદીનો મહાસંવાદ, દેશના સૌહાર્દ માટે દિવસરાત એક કરો

ભારત-પાકિસ્તાનમાં થઇ રહેલા ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં દેશનાં 1 કરોડ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આગામી ચૂંટણીના પગલે પીએમ સમગ્ર દેશમાં 15 હજાર જગ્યાએ એકત્ર થયેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બીજેપીના બૂથ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી 2019 […]

Top Stories India

ભારત-પાકિસ્તાનમાં થઇ રહેલા ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં દેશનાં 1 કરોડ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આગામી ચૂંટણીના પગલે પીએમ સમગ્ર દેશમાં 15 હજાર જગ્યાએ એકત્ર થયેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બીજેપીના બૂથ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે જીતનો મંત્ર આપ્યો હતો. બીજેપી અધ્યક્ષ અમિત શાહ બીજેપી દિલ્હી પ્રદેશ કાર્યાલયથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે બધા ભારતના નાગરિકો દેશના સૌહાર્દ માટે દિવસ રાત એક કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે દેશ ઉર્જાથી ભરપુર છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે.

દુશ્મનો દેશને અસ્થિર કરવાનું કાવતરૂકરી રહ્યાં છે. આપણે સૌ તેની સામે દિવાલ બની ઊભું રહેવાનું છે. સેનાના સામર્થ્ય પર અમને વિશ્વાસ છે. આ દેશની પ્રગતિની રોકી નહીં શકાય. દેશના યુવાનો આજે જોશમાં છે. આજે આખો દેશ જવાનોની સાથે છે. અશક્ય હવે શક્ય છે.

ઉલ્લેખનીય છે કે, આજે સાંજે વડા પ્રધાન CCSની મળનારી બેઠકમાં ભાગ લેવાના છે. આ બેઠકમાં પીએમ મોદીએ દેશની ત્રણે સેનાના વડાઓ સાથે બેઠક કરી અને દેશની સુરક્ષાની સ્થિતિનો ચિતાર મેળવશે.

વડાપ્રધાનએ કહ્યું કે દુશ્મન દેશને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અમે રોકાઈશું નહીં પરંતુ ઝડપથી આગળ વધીશું. તેમણે કહ્યું કે આ સમયે દેશની લાગણીઓ અલગ છે, સૈન્ય સરહદ પર બહાદુરી બતાવી રહ્યું છે.

આ સમયે આખો દેશ એક છે અને આપણી સેનામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે આપણે કંઇ પણ એવું કરવાનું નથી જે સૈન્યનું મનોબળ ઘટાડે. દુનિયા આપણી શક્તિને જોઇ રહ્યું છે.

બુધવારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સીમામાં ઘુસણખોરી કર્યા બાદ તેનો પીછો કરતા એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારબાદ સમગ્ર દેશમાં અભિનંદનને પરત લાવવા માટે અપીલ થઈ રહી  છે. આ સ્થિતિમાં આજે વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમના બુથ મજબૂત કરવા માટેની અપીલ કરી હતી.

તેમજ બીજેપી શાસિત રાજ્યોના દરેક મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બીજેપી આ કાર્યક્રમને દુનિયાની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ ગણાવી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદીનુ મેરા બૂથ સબસે મજબૂત વીડિયો કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ બીજેપીના ફેસબુક પેજ, ટ્વિટર હેન્ડલ, યૂ-ટ્યુબ ચેનલની સાથે સાથે એપ પ્લેટફર્મના માધ્યમથી કરવામાં આવ્યુ હતુ.

પાકિસ્તાની સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરી છે કે તેઓ વિશ્વને અપીલ કરવા માંગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

https://twitter.com/fawadchaudhry/status/1100989924713684993