Not Set/ હવે અજય દેવગન પણ જોવા મળશે બાયોપિક ફિલ્મામાં, ભજવશે આ ખિલાડીના પાત્રને

મુંબઇ, બોલિવૂડ દિગ્દર્શક અમિત શર્મા ગયા વર્ષ ‘બધાઈ હો’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. હવે આ ફિલ્મ પછી અમિત સ્પોર્ટસ બાયોપિક લઇને આવી રહ્યા છે જેમાં અજય દેવગન મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ફૂટબોલ પર આધારિત હશે. અહેવાલો મુજબ, અજય દેવગનના લીડ રોલ વાળી આ ફિલ્મ વર્ષ 1951 થી 1962 વચ્ચે ભારતીય ફૂટબોલના ગોલ્ડન […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડ દિગ્દર્શક અમિત શર્મા ગયા વર્ષ ‘બધાઈ હો’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. હવે આ ફિલ્મ પછી અમિત સ્પોર્ટસ બાયોપિક લઇને આવી રહ્યા છે જેમાં અજય દેવગન મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ફૂટબોલ પર આધારિત હશે.

અહેવાલો મુજબ, અજય દેવગનના લીડ રોલ વાળી આ ફિલ્મ વર્ષ 1951 થી 1962 વચ્ચે ભારતીય ફૂટબોલના ગોલ્ડન ટાઇમ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન, સૈયદ અબ્દુલ રહીમના પાત્રને ભજવશે જે એ સમયે ભારતના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા.

અમિત શર્માએ કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે મે અથવા જૂનમાં શરૂ થશે. દર્શકો આજકાલ આવી ફિલ્મો વધુ પસંદ કરી રહ્યા છે. અને આવી ફિલ્મ સારી કમાણી પણ કરી રહી છે. જોકે, જ્યારે તેમને સફળ ફિલ્મની વ્યાખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે સફળ ફિલ્મોની કોઈ વ્યાખ્યા નથી અને સફળ વ્યક્તિને તેની સફળતા નિયંત્રણમાં રાખવી જોઈએ.