Not Set/ કેન્સરને માત આપીને આવેલી સોનાલીએ કરાવ્યું આ ખાસ ફોટો સેશન

મુંબઇ, કેન્સર જેવા હઠીલા રોગને સોનાલી બેન્દ્રેએ માત આપી છે. તેણે કેન્સર માટેની સારવાર ન્યૂયોર્કમાં લીધી હતી. હવે તે સારવાર કરાવીને ભારતમાં પરત આવી છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં સોનાલીએ કેન્સરના રોગ સામે લડવાનો પોતાનો સંઘર્ષ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તે ઘરની […]

Entertainment

મુંબઇ,

કેન્સર જેવા હઠીલા રોગને સોનાલી બેન્દ્રેએ માત આપી છે. તેણે કેન્સર માટેની સારવાર ન્યૂયોર્કમાં લીધી હતી. હવે તે સારવાર કરાવીને ભારતમાં પરત આવી છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં સોનાલીએ કેન્સરના રોગ સામે લડવાનો પોતાનો સંઘર્ષ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તે ઘરની બહાર નીકળે છે ત્યારે તેને થોડો ડર લાગે છે.

તાજેતરમાં જ સોનાલીએ વોગ ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. સોનાલી બેન્દ્રેએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો  છે અને લખ્યું છે કે આ આઇડિયા થોડો વિચિત્ર હતો. વાળ વિનાનું માથું, કોઈ મેકઅપ નહીં. વોગના આ નિયમ નથી. પણ મને લાગે છે કે  આ મારો નવો સામાન્ય લુક છે. હું બધાને સલાહ આપીશ. પોતાનામાં નવો નોર્વ વ્યક્તિ શોધો. તમે સ્વંત્રતા અનુભવશો.

ઇન્સ્ટા લિંક

https://www.instagram.com/p/BuqTpLhBBll/

તો  વોગ ઇન્ડિયાએ પણ સોનાલી બેનદ્રની તસવીર શેર કરી છે.