અજય દેવગન ના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર છે. ‘સિંઘમ અગેન’ના શૂટિંગ દરમિયાન અભિનેતાને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, અજય મુંબઈના ફિલ્મ સિટીમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કરી રહ્યો હતો. દરમિયાન એક્શન સીન દરમિયાન તેની આંખમાં ઈજા થઈ હતી. જોકે, ઈજાગ્રસ્ત થયા બાદ અભિનેતાએ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે.
થોડા કલાકો માટે લીધો વિરામ
મિડ ડેના અહેવાલ મુજબ, અજય દેવગણ એક કોમ્બેટ સિક્વેંસનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે અભિનેતાના ચહેરા પર એક ફટકો વાગી ગયો, જેના કારણે તેની આંખમાં ઈજા થઈ. રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગણે થોડા કલાકો માટે બ્રેક લીધો હતો. આ પછી અભિનેતાએ શૂટિંગ શરૂ કર્યું.
અજય સિવાય પણ ઘણા સ્ટાર્સ જોવા મળશે
રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનમાં અજય દેવગન ઉપરાંત ઘણા સ્ટાર્સ લીડ રોલમાં છે. તેમાં કરીના કપૂર, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, ટાઈગર શ્રોફ, સોનુ સૂદ, પ્રકાશ રાજ, ફરદીન ખાન અને જેકી શ્રોફ અને રણવીર સિંહ પણ જોવા મળશે.
ફિલ્મ ‘સિંઘમ અગેન’ 2024માં રિલીઝ થશે.
આ ફિલ્મ આવતા વર્ષે 2024માં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. અત્યાર સુધી, આ ફિલ્મના ઘણા ભાગો અથવા તો ઘણી શ્રેણીઓ બનાવવામાં આવી છે અને તે બધાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રોહિત શેટ્ટીની અત્યાર સુધી રિલીઝ થયેલી આ ફિલ્મોમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રોહિતે ઘણા ફોટા શેર કર્યા છે જેમાં વાહનો સળગતા જોવા મળ્યા હતા.અજાત દેવગનની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ભોલા’માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેમાં અજય ઉપરાંત તબ્બુ પણ હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો.
આ પણ વાંચો:BoycottTMKOC/તારક મહેતા…શોને બૉયકોટ કરવાની ઉઠી માગ, સામે આવ્યું આ મોટું કારણ!
આ પણ વાંચો:Sam Bahadur Released/વિકી કૌશલની ફિલ્મે પહેલા દિવસે જ આટલા કરોડની કમાણી કરી
આ પણ વાંચો:Animal review/રણબીરની શાનદાર એક્ટિંગ, એક પળ માટે પણ નજર હટાવવી મુશ્કેલ, ફિલ્મ લાંબી પણ આકર્ષક
આ પણ વાંચો:randeep hooda/રણદીપ હુડ્ડાલગ્ન બંધનમાં બંધાયા, મણિપુરી જૈમલનો વીડિયો આવ્યો સામે
