Not Set/ ગીર સોમનાથમાં PUBG & MOMO ગેમ પર પ્રતિબંધ,જાહેરમાં રમતા પકડાયા તો પોલીસ સ્ટેશન ભેગા થઇ જશો

ગીર સોમનાથ, PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે.તો મોમો ચેલેન્જના લીધે ઘણા બધા લોકો મોતને ભેટી ચુક્યા છે. અનેક જગ્યાઓએ આવી ગેમ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. ત્યારે આ મામલે હવે ગીર સોમનાથમાં પણ પબજી અને મોમો ચેલેન્જર ગેમ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. PUBG ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં […]

Top Stories Gujarat Others

ગીર સોમનાથ,

PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે.તો મોમો ચેલેન્જના લીધે ઘણા બધા લોકો મોતને ભેટી ચુક્યા છે. અનેક જગ્યાઓએ આવી ગેમ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. ત્યારે આ મામલે હવે ગીર સોમનાથમાં પણ પબજી અને મોમો ચેલેન્જર ગેમ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

PUBG ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે.

સુરતમાં PUBG  ગેમ પર પ્રતિબંધ બાદ રાજકોટમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે હવે ગીર સોમનાથમાં પણ પબજી અને મોમો ચેલેન્જર ગેમ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્રારા 144 અને ગુજરાત પોલીસ અધિનિયમ 37(3) અન્વયે જહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જો હવે આ ગેમ રમતા કોઇ પકડાશે તો  તેને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

થોડાક દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના ભોપાલની એક ઘટના સામે આવી હતી અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. સમય રહેતા તેનો પારિવાજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેનો જીવ બચવામાં આવ્યો.

યુવકની સારવાર કરનાર ડો. મનન ગોગિયાએ જણાવ્યું હતું કે 25 વર્ષનો યુવક  ઘરના આંગણામાં PUBG ગેમ રમી રહ્યો હતો. તે ગેમમાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું.

જેના કારણે તેના આંતરડા બાળી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર ગોગિયાએ કહ્યું હતું કે એસિડ પીવાને લીધે, તેના પેટમાં અલ્સર થઇ ગયું છે અને આંતરડા ચોંટી ગયાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતને નાગપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેમની સ્થિતિ જોખમની બહાર કહેવામાં આવી રહી છે.