Not Set/ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી વિજય થવાનો મામલો, કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી

અમદાવાદ, અમદાવાદની ધોળકા બેઠક પરથી ભાજપના ભુપેન્દ્ર ચુડાસમાનો 327 જેટલા પાતળી માર્જિનથી વિજય થયો હતો. આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની બેંચે સુનાવણી હાથ ધરી હતી. પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી તે ઇવીએમની તપાસ કરવામાં આવી. કોર્ટમાં સીસીટીવી કેમરા રજૂ કરવામાં આવ્યા. ચૂંટણી અધિકારી ધવલ જાનીની કોર્ટમાં જુબાની લેવામાં આવી. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદની ધોળકા બેઠક પરથી ભાજપના ભુપેન્દ્ર ચુડાસમાનો 327 જેટલા પાતળી માર્જિનથી વિજય થયો હતો. આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી.

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની બેંચે સુનાવણી હાથ ધરી હતી. પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી તે ઇવીએમની તપાસ કરવામાં આવી. કોર્ટમાં સીસીટીવી કેમરા રજૂ કરવામાં આવ્યા.

ચૂંટણી અધિકારી ધવલ જાનીની કોર્ટમાં જુબાની લેવામાં આવી. ધવલ જાનીએ જણાવ્યુ કે લાલ ટ્રે રિજેક્ટેડ મત માટે મુકવામાં આવી એવું નથી. ગુલાબી ટ્રે ઉમેદવારો માટે મુકવામાં આવી હોઈ શકે.

સીસીટીવી ફુટેજમાં પોસ્ટલ બેલેટ લઈને જતો વ્યક્તિ પોસ્ટલ બેલેટ કાઉન્ટીગનો સ્ટાફનો માણસ હોવાની શક્યતા વ્યક્ત કરી. બેલેટ પેપર કાઉન્ટીગ કરતા વ્યક્તિના હાથમાંથી બે વાર કાગળ છટક્યુ હોવાનુ નિવેદન આપ્યું.

ચૂંટણી અધિકારીએ કહ્યું બે કાગળ જે નીચે નાખવામાં આવ્યાએ મતદાનની સૂચના વાળો કાગળ હોઈ શકે. ઉલ્લેખનિય છે કે ઇલેક્શન પિટિશનમાં કોંગ્રેસના અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો છે કે નિયમ વિરુદ્ધ જઈને પહેલા ઇવીએમ કાઉન્ટીંગ કરવામાં આવ્યુ. સીસીટીવી ફૂટેજમાં ગુલાબી કાગળ સીલ બોક્સમાં નાખવામાં આવ્યા.