Not Set/ યુપી : ભાજપ 2 ડઝન સાંસદોને રિપીટ નહિ કરે,પક્ષ વિરોધીઓ પણ કપાશે

દિલ્હી, 2019 નું ચૂંટણી યુદ્ધ શરૂ થયું છે અને મતદાનની તારીખોની જાહેરાત થયા બાદ હવે પક્ષોનું ધ્યાન ટિકિટ વિતરણ પર છે. તમામ પક્ષો આ માટે બેઠકો પણ યોજવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન થયા પછી ટિકિટ નક્કી કરવી થોડું પડકારજનક લાગે છે.યુપીમાં  વિરોધ પક્ષોની એકતાની સામે ભારતીય જનતા પાર્ટી એક નવી રણનીતિ પર […]

Top Stories India

દિલ્હી,

2019 નું ચૂંટણી યુદ્ધ શરૂ થયું છે અને મતદાનની તારીખોની જાહેરાત થયા બાદ હવે પક્ષોનું ધ્યાન ટિકિટ વિતરણ પર છે. તમામ પક્ષો આ માટે બેઠકો પણ યોજવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન થયા પછી ટિકિટ નક્કી કરવી થોડું પડકારજનક લાગે છે.યુપીમાં  વિરોધ પક્ષોની એકતાની સામે ભારતીય જનતા પાર્ટી એક નવી રણનીતિ પર વિચાર ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ 80 બેઠકો વાળા ઉત્તર પ્રદેશમાં ભાજપના 2 ડઝનથી વધુ સાંસદોની ટિકિટ કટ થઇ શકે છે. રસપ્રદ બાબત એ છે કે તેમના બદલે યોગી સરકારના મંત્રીઓને ચૂંટણી ક્ષેત્રમાં ઉતારવામાં આવી શકે છે.

ઉલેખનીય છે કે આ પાછળ એક મોટું કારણ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,યુપીમાં ભાજપે ઘણા સર્વે કરાવ્યા છે, જેમાં તે નિષ્કર્ષ પર આવ્યો છે કે મોટાભાગના સાંસદો સામે જાહેરમાં ઘણો વિરોધ છે. એટલે કે, લોકો તેમના સાંસદને પસંદ નથી કરી રહ્યા.યુપીમાં આ વખતે પણ દારો મદાર નરેન્દ્ર મોદીની લહેર પર છે.

આવી પરિસ્થિતિમાં,પક્ષની અંદર લગભગ સર્વસંમતિ બની ગઈ છે કે જે એમપી જે સંતોષકારક નથી અથવા તેમના સંસદીય મતવિસ્તારના લોકોમાં લોકપ્રિય નથી, તેને ફરીથી ટિકિટ આપવામાં આવશે નહીં.

યુપીમાં ભાજપના અનેક સાંસદો એવા છે જેમના કામકાજને લઈને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આમાં અનેક એમપી એવા પણ છે જે બીજી  પાર્ટીઓ માંથી આવીને 2014 માં ચૂંટણીઓ જીતી હતી. આ સિવાય, અનામત બેઠકોના મોટાભાગના સાંસદો પણ આ કેટેગરીમાં કહેવામાં આવ્યાં છે.

યોગીના આ મંત્રીઓ લડી શકે છે લોકસભા ચુંટણી

એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ યોગી સરકારના 10-12 મંત્રીઓને ચુંટણી મેદાનમાંં ઉતારી શકે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિટા બહુગુણા જોશી, બૃજેશ પાઠક, સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ,એસપી સિંહ બઘેલ સહિતના ઘણા નામ છે જે લોકસભાની ચૂંટણી લડી શકે છે.

તે પણ માહિતી મળી રહી છે કે આગામી બે-ત્રણ દિવસમાં બીજેપી પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પક્ષ તેના બધા ઉમેદવારોને એક મહિનાથી વધુ સમય માટે ઝુંબેશ ચલાવવા માટે વધુ સમય આપશે.

ભાજપે કરાવ્યા ઘણા સર્વે

બીજેપીએ લોકસભાની ચૂંટણી અંગે સંખ્યાબંધ સર્વે કર્યા છે. નમો એપ્લિકેશન પર કરવામાં આવેલા સર્વેક્ષણ ઉપરાંત, આરએસએસએ તેના વતી સર્વેક્ષણો હાથ ધર્યા છે. મોટાભાગના સાંસદના પ્રતિસાદને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને અલગથી મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત,કેટલીક એજન્સીઓએ પણ ભાજપ માટે સર્વેક્ષણ કર્યું છે. આ બધા સર્વેમાં, એક વાત આવી રહી છે કે જો ભાજપે ઉત્તર પ્રદેશ જીતવુ હોય, તો જે સાંસદોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હશે તેમની ટિકિટ રદ કરવાની રહેશે. હવે એ જોવાનું છે કે ભાજપના કેટલા સાંસદો તેમની ટિકિટ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશમાં તમામ સાત તબક્કામાં મતદાન છે. પ્રથમ તબક્કામાં, 11 મી એપ્રિલે પશ્ચિમ યુપીની આઠ બેઠકમાં મતદાન યોજાશે.