Not Set/ રાપરાના ધારાસભ્ય જોડાયા ભાજપમાં ઉડી અફવા, કચ્છમાં રાજકીય ગરમાવો

કચ્છ, લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે કોંગ્રેસી ધારાસભ્યો માટે શરૂ કરેલાં ભરતીમેળામાં રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા જોડાઈ ગયાં હોવાની વધુ એક અફવા વહેતી થતાં કચ્છમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે રાજીનામું આપ્યું હોવાની વાત અફવા છે. સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું છે કે, અમે હાલ અમદાવાદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. રાજીનામું આપવાનો […]

Gujarat Others

કચ્છ,

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે કોંગ્રેસી ધારાસભ્યો માટે શરૂ કરેલાં ભરતીમેળામાં રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા જોડાઈ ગયાં હોવાની વધુ એક અફવા વહેતી થતાં કચ્છમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

જો કે તેમણે રાજીનામું આપ્યું હોવાની વાત અફવા છે. સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું છે કે, અમે હાલ અમદાવાદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. રાજીનામું આપવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.

ખુલાસા માટે સંતોકબેને તેમનો એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ આવી ખોટી અફવાઓ ફેલાવે છે ઉલ્લેખનીય છે કે, બીજી ફેબ્રુઆરીના રોજ પણ રાપર અને નખત્રાણાના કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની અફવા ફેલાઈ હતી.